- શુભમન ગિલ અને સારાનું બ્રેકઅપ થયાના સમાચાર વાયરલ
- શુભમન ગિલ અત્યારે અભિનેત્રી સાથે મનાવી રહ્યો છે છૂટ્ટી
- ગિલ લંડનમાં ફરતો હોય તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરના રિલેશનશિપના સમાચાર અવાર-નવાર સામે આવે છે. જો કે, અત્યાર સુધી બંનેએ સામે આવીને પોતાના રિલેશન અંગે કોઈ માહિતી આપી નથી. આ તમામ વચ્ચે શુભમન ગિલ ફરી એક વખત સમાચારમાં આવ્યો છે. આ વખતે શુભમન ગિલ અભિનેત્રી અવનીત કૌર સાથે લંડનમાં ફરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, શુભમન ગિલ અને સારા તેંડુલકરનું બ્રેકઅપ થયું છે. હવે શુભમન ગિલ અભિનેત્રી અવનીત કૌરને ડેટ કરી રહ્યો છે, પરંતુ આ દાવામાં હકીકત કેટલી છે?
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં અવનીત કૌર અને શુભમન ગિલ લંડનની બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે. જો કે, આ ફોટોમાં અન્ય ફ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. એટલે કે, આ એક ગ્રુપ ફોટો છે. શુભમન ગિલ બ્રાઉન બ્લેઝરમાં જોવા મળી રહ્યો છે અને અવનીત કૌર ઓલ બ્લેક લૂકમાં છે. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ અને અવનીત કૌર રિલેશનશિપમાં નથી, પરંતુ બંનેનું સાથે હોવાનું કારણ અલગ છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં છે?
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ અને સારા તેંડુલકરના રિલેશનશિપના સમાચાર અવાર-નવાર સામે આવે છે, પરંતુ બંનેએ અત્યાર સુધી સામે આવીને પોતાના રિલેશનશિપ અંગે કાંઈ કહ્યું નથી. એટલે કે, આ વાતમાં કેટલી હકીકત છે, તે હજુ સ્પષ્ટ નથી. જો કે, આ પહેલાં વર્લ્ડકપ દરમિયાન ભારતના મેચ દરમિયાન સારા સ્ટેડિયમમાં જોવા મળી હતી. જે બાદ અટકળોનું બજાર ગરમ થયું હતું. જો કે, અત્યારે તો શુભમન ગિલ અને અવનીત કૌરના ફોટો વાયરલ થઈ રહ્યા છે.


