- ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન બની જ્યોર્જિયા મેલોનીએ ઈતિહાસ રચ્યો
- જ્યોર્જિયા મેલોનીએ નાઈટ ક્લબમાં નોકરી કરી, સિંગલ મધર બન્યાં, નાની ઉંમરમાં પીએમ બન્યાં
- મેલોનીએ સિંગલ મધર બનીને વિશ્વને સંદેશ આપ્યો હતો
“રાજકારણ એ પુરુષનું ફિલ્ડ છે” એવી માન્યતાને તોડીને, જ્યોર્જિયા મેલોની વર્ષ-2022માં ઈટાલીના પ્રથમ વડાપ્રધાન બન્યાં. મેલોનીએ દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે માત્ર 31 વર્ષની વયે મંત્રી બનીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પરંતુ પોતાના નામે ઘણા રેકોર્ડ્સ ધરાવતી મેલોનીનું જીવન એટલું સરળ નહોતું. પીએમ મેલોનીએ પાર્ટી બનાવવાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર એકલા હાથે કરી અને આ માર્ગ પર અડગ રહ્યા હતા.
જ્યોર્જિયા મેલોનીનો જન્મ વર્ષ-1977માં ઈટાલીની રાજધાની રોમના ગાર્બેટેલામાં થયો હતો. મોટાભાગના લોકો જ્યોર્જિયા મેલોનીના રાજકીય જીવનથી વાકેફ છે. પરંતુ દરેક જણ તેના અંગત જીવન વિશે જાણતા નથી. ગયા વર્ષે, જ્યોર્જિયા મેલોનીએ તેની આત્મકથામાં તેના જીવનના કેટલાક પૃષ્ઠો સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કર્યા હતા. મેલોનીએ બાર ટેન્ડર તરીકે કામ કર્યું અને દરેક મુશ્કેલીને પાર કરીને તે ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં.
માતા ગર્ભપાત કરાવવા ઈચ્છતી હતી
મેલોનીએ પોતાની પુસ્તકમાં જણાવ્યું કે તેની દુનિયામાં જન્મ લેવો કોઈ સાધારણ વાત નહોતી. તેઓની માતાએ ગર્ભપાત કરાવવા માગતી હતી. અને તેને એબોર્શન માટેનો નિર્ણય પણ લઈ લીધો હતો. છેલ્લે તેની માતાનો નિર્ણય બદલાઈ ગયો. મેલોનીની માતાએ એક નવલકથાકાર છે અને તેની જિંદગીના દરેક વળાંક પર પોતાની દીકરીઓની હિંમત વધારી છે. અન્ય બાળકોની જેમ મેલોનીના જન્મ પછી જિંદગી સામાન્ય નહોતી રહી. મેલોનીના પિતા કામ-ધંધા માટે તેને અને તેની માતા-બહેનને એકલા મૂકી ચાલ્યા ગયા હતા. જે બાદ તેઓ કદી પરત ન આવ્યા. બાદમાં મેલોનીએ આખી જિંદગી પિતા વગર પસાર કરી.
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની નાની વયથી જ ઘરની જવાબદારી ઉપાડવી શરૂ કરી દીધી હતી. મેલોનીની માતા અને બહેનની સાથે ઘરકામમાં મદદ કરી અને નાની ઉંમરથી બ્રેડ વિનર બની ગઈ હતી. મેલોનીએ નાઈટ ક્લબમાં બાર ટેન્ડરનું કામ પણ કર્યું. પોતાની જિંદગીનો ઉલ્લેખ કરતા એકવાર પીએમ મેલોનીએ જણાવ્યું હતું કે મેં જિંદગી વિશે સંસદમાં કામ કરીને નથી શીખ્યું. મેં જે કાંઈ શીખ્યું છે તે બાર કાઉન્ટર પાછળથી શીખ્યું છે.
રાજકીય વિશ્વમાં ઈતિહાસ
જ્યોર્જિયા મેલોનીનું રાજકીય કરિયર વર્ષ-1992માં શરૂ થયું હતું. તે ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટની યુવા પાંખમાં સામેલ થઈ હતી. જે બાદ તે રાજકીય દુનિયામાં એક પછી એક સફળતાની સીઢી ચઢતી ગઈ. યુવા પાંખમાં જોડાયા પછી, તે પછી જમણેરી વિદ્યાર્થી જૂથ સ્ટુડન્ટ એક્શનની નેતા બની. જે બાદ મેલોની માત્ર 29 વર્ષની વયે સાંસદ બની હતી. તે વર્ષ 2006માં સંસદમાં પહોંચી હતી. 29 વર્ષની ઉંમરે સાંસદ બન્યા બાદ મેલોનીએ વધુ એક ઈતિહાસ રચ્યો અને માત્ર બે વર્ષ બાદ 28 વર્ષની ઉંમરે તે ઈટાલીની સૌથી નાની વયની મંત્રી બની ગઈ. બર્લુસ્કોનીની ચોથી સરકારમાં તેમને યુવા બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
વર્ષ-2022માં જીત નોંધાવી
વર્ષ-2011માં બર્લુસ્કોની સરકાર પડી ગયા પછી મેલોનીએ પોતાની પાર્ટી બ્રધર્સ ઑફ ઈટાલીની રચના કરી પરંતુ એવું ન થઈ શક્યું કે પાર્ટી બનતા જ સફળતા મળી. પરંતુ વર્ષ-2013માં પાર્ટીને માત્ર બે ટકા જ વોટ મળ્યા. પરંતુ મેલોનીએ પાર્ટીનો ઉત્સાહ યથાવત્ રાખ્યો હતો. જે બાદ મેલોનીએ એક સંદેશની સાથે મતદાતાઓ સાથે પહોંચવાનું શરૂ કર્યું. હું જ્યોર્જિયા છું. હું એક મહિલા, એક માતા, હું ઈટાલિયન અને હું ખ્રિસ્તી છું. જે પછી વર્ષ-2022માં મેલોનીની પાર્ટીએ 119 સીટ જીતી અને મેલોની વડાપ્રધાન પદ પર પહોંચનારી પ્રથમ મહિલા વડાપ્રધાન બની હતી.
સિંગલ મધર બનીને આપ્યો સંદેશ
મેલોનીએ પોતાના વિશે વારંવાર કહ્યું કે તે એક સિંગલ મધર છે. દેશના વડાપ્રધાન હોવાની સાથે મેલોની સતત મહિલાઓ માટે પ્રેરણા બની રહી. તેને વારંવાર આ વાતને દેશ જ નહિ સમગ્ર વિશ્વની સામે રાખ્યું. એક સિંગલ મધર બાળક સંભાળવાની સાથે દેશ પણ સંભાળી શકે છે. મેલોનીની દીકરી જિનેવરાનો જન્મ વર્ષ-2016માં થયો હતો. મેલોનીએ પોતાના પુસ્તકમાં જિનેવરાના પિતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જિનેવરાના પિતા 41 વર્ષના પત્રકાર એન્ડ્રિયા જિયામ્બ્રુનો છે. જેનાથી મેલોનીની મુલાકાત એક ઈન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી. જો કે બંનેએ લગ્ન નહોતા કર્યા. જે બાદ 10 વર્ષ તેની સાથે સંબંધમાં રહ્યા પછી મેલોની તેનાથી અલગ થઈ ગઈ હતી.


