ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો વાઇબ્રન્ટ સમિટમાં સ્ટોલ
મુલાકાત લેવા શહેરીજનોને અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ગુજરાત સરકારના પ્રયાસોથી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્ર-કચ્છ)’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઔદ્યોગિક મહાકુંભમાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે વિશાળ ટ્રેડ શોનું પણ આયોજન કરાયું છે, જેમાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ખાસ પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
મારવાડી યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં આયોજિત આ પ્રદર્શનમાં હોલ નંબર 1 માં સ્ટોલ નંબર 41 પર ગીરગંગા પરિવાર દ્વારા તેમની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા તમામ મુલાકાતીઓને આ સ્ટોલની મુલાકાત લેવા અને આધુનિક ઉદ્યોગ જગત સાથે સંસ્થાના સમન્વયને નિહાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
મારવાડી યુનિવર્સિટી, રાજકોટ-મોરબી હાઈવે ખાતે તારીખ 11 થી 15 જાન્યુઆરી દરમિયાન સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ સ્ટોલની મુલાકાત લઈ શકાશે. આ સમિટમાં દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નિષ્ણાતો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ગીરગંગા પરિવારનો આ સ્ટોલ મુલાકાતીઓ માટે માહિતીપ્રદ અને આકર્ષક બની રહેશે.


