- 8 વર્ષના બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો
- બાળકીને પીઠના ભાગે બચકા ભર્યા હતા
- શ્વાને બાળકીના માથાના વાળ પણ ખેંચી નાખ્યા હતા
બાવળામાં શ્વાનના હુમલામાં બાળકીનું મોત થયુ છે. જેમાં 8 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. તેમાં બાળકીને પીઠના ભાગે બચકા ભર્યા હતા. શ્વાને બાળકીના માથાના વાળ પણ ખેંચી નાખ્યા હતા. તેમાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા છે. જેમાં 8 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો હતો. ત્યારે માથાના બધા વાળ ખેંચી નાખ્યા હતા. બરડાના ભાગે બચકા ભરી બાળકીને ગંભીર રીતે ધાયલ કરી હતી. જેમાં બાળકીનું મોત થયુ છે. અગાઉ સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને શરીરમાં માથાના ભાગ સહિત 50 જેટલા બચકાં ભરી લેવાની ઘટનામાં તેનું મોત નિપજ્યુ હતુ.
ભેસ્તાનમાં બે બાળકી પર શ્વાન દ્વારા હુમલો
તેમજ બીજી ઘટનામાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટના બની હતી. તેમાં ભેસ્તાનમાં બે બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યાની ઘટનાથી લોકો ચિંતિત છે. કોર્પોરેશન દ્વારા કૂતરાં પકડવાની સાથે તેમના ખસિકરણ ઝડપી કામગીરી ચાલી રહી હોવાની વાત કરવામાં આવી રહી છે. આમ છતાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની રહી છે.


