- સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ
- કારના બોનેટ ઉપર બેસીને સિંહ પાછળ દોડાવી કાર
- સિંહની પજવણીને લઈ સિંહપ્રેમીઓમાં રોષ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં એમાં પણ ખાસ ગીરસોમનાથ અને અમરેલી વિસ્તારમાં સિંહ પરિવાર સાથે વસવાટ કરતા હોય છે,ત્યારે સિંહની પજવણી કરવામાં આવતી હોય છે,કયારેક સ્થાનિકો તો કયારેક પ્રવાસીઓ સિંહની પજવણી કરતા હોય છે,સિંહની પજવણી કરવી એ એક ગુનો બને છે.વેરાવળમાં એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં યુવક કારના બોનેટ પર બેસીને સિંહની પાછળ કાર દોડાવી રહ્યો છે.
એક મહિના પહેલા સાસણમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ
ગીરમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફરી એકવાર સિંહની સુરક્ષાને લઈ સવાલ ઉઠયો છે. સોશિયલ મીડીયામાં જે વીડિયો વાઈરલ થયો હતો તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો છે. જેમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે જ બે યુવકો પૂરપાટઝડપે બાઈક લઈને પસાર થતા સિંહમાં નાસભાગ મચી હતી. સિંહ હોવા છતા બાઈકચાલક ઘૂસી જતા સિંહની સુરક્ષાને લઈ સવાલ ઉઠયા હતા. વીડિયો વાઈરલ થતા હવે વનવિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
ભડકેલા સિંહે હુમલો કર્યો હોત તો?
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જૂનાગઢ અને અમરેલીમાં સિંહના હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં પણ જો સિંહ તોફાને ચડયા હોત તો બાઈકસવાર અથવા તો જીપ્સીમાં સવાર પ્રવાસીઓ પર જોખમ ઉભું થઈ શકે તેમ હતું. સદનસીબે સિંહના બે અલગ અલગ ગ્રુપ જંગલમાં ચાલ્યા ગયા હતા જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધારી ગીર પૂર્વ આસપાસ મોટા પ્રમાણમાં વન્યપ્રાણીનો વસવાટ
જિલ્લામાં સૌથી મોટો જંગલ એરિયા ધારી ગીર પૂર્વ વિસ્તાર આંબરડી સફારી પાર્ક પણ અહીં આવ્યો છે જ્યાં પણ સિંહો છે તેમ છતાં કેટલાક તત્વો સિંહ દર્શન કરવા માટે રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં જ્યાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેમને પરેશાન કરવા કેટલીક વખત લોકો ગેરકાયદે રીતે પ્રવેશે છે અને જેના કારણે વનવિભાગ દંડાત્મક કાર્યવાહી પણ વાંરવાર કરવાની ફરજ પડે છે. ગેરકાયદે સિંહ દર્શન જેવી ઘટનાઓમાં વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


