- શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકનું કરાયું વિમોચન
- ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર
- 2024 નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસમાં આવરી લેવાશે
આજે જ્યારે ગીતા જંયતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ભગવત ગીતા ભણાવવામા આવશે. જેના માટેનો અભ્યાસક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે.
ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે જણાવ્યું કે. શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી8 માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
નોંધનીય છે કે, ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.
ક્યા ક્યા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો
શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતા જયંતિ પર ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મુકવામાં આવી હતી.જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક એન લેખિત મળેલા વારસો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ 1,2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે.


