હાથથી છોડો એ ત્યાગ છે, હાર્ટથી છોડો એ વૈરાગ્ય છે : મોરારિબાપુ
જેમા અહંતા-મમતાનની આહુતિ અપાય એ જ સાચો યજ્ઞ છે
સૌંદર્ય નિહાળવા માટે શિકારી આંખ નહીં પૂજારી આંખ હોવી જોઇએ!
પરમાત્મા-ઇશ્વર રસ છે, રસમય છે, એની પાસે રસ માંગો ફળ નહીં!
બિહાર-લખિસરાઇના અશોકધામ-મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ શૃંગિઋષિ’ રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું હતું કે ભાગવદજીનો એક શ્લોક છે. એમાં અ-કામનો મહિમા છે. અ-કામ એટલે જેને કોઇ કામનાઓ નથી, શંકરાચાર્યજી કહે છે એમ મોક્ષની પણ કામના નથી. સર્વ કર્મ પૂર્ણ થઇ જાય અથવા કામનાથી બિલકુલ થઇ જવાય એના માટે એક જ ઉપાય છે. ભકિત એ પણ કેવળ ભકિત નહી પણ તીવ્રભકિત યોગ, જ્ઞાન યોગ, સ્વાધ્યાય હોય તો એ કામનામુકત થઇ શકાય. એ માટે ત્રણ વસ્તુ જરૂરી છે. તીવ્રભકિત યોગ, તીક્ષણ જ્ઞાનયોગ અને તૃપ્તિનો યોગ કર્મ કરતી વખતે આપણને રસ આવવો જોઇએ. પરમાત્મા-ઇશ્વર પણ રસમય છે. એની પાસે ફળ ન માંગો પણ રસમાંગો ફળથી તૃપતિ નથી મળતી રસથી તૃપ્તિ થાય છે. અતૃપ્તિ એ જીવીત-જીવંત અગ્નિસંસ્કાર છે.

માણસ અતૃપ્ત છે. કથા સાંભળવી એ પણ એક કર્મયોગ છે. કથા દ્વારા ભકિત, જ્ઞાન અને તૃપ્તિનો ઓડકાર આવે છે. એક વાર્તા છે. એક મોટો બિલ્ડર હતો એની સાથે એક સુથાર કામ કરતો હતો. બિલ્ડર જેટલાની બનાવે, સોસાયટીઓના મકાનો બનાવે એનું ફર્નિચરનું કામ એ સુથાર કરતો હતો. ખૂબ સારો કારીગર હતો, એનું કામ રસપૂર્વક કરતો હતો અને બિલ્ડરને પણ એનું કામ ગમતું હતું. ત્રીસ-ચાલીસ વર્ષ એ સુથાર પા બિલ્ડર સાથે કામ કર્યા પછી એને વિચાર આવ્યો કે હવે મારે નિવૃતિ લેવી છે. સુથારે બિલ્ડરને વાત કરી કે શેઠ, મારે હવે નિવૃતિ લેવી છે. ખૂબ કામ કર્યુ હવે નથી કરવું. બિલ્ડરે એને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કે ભાઇ, હજી થોડાક વર્ષ કામ કરી લે પણ સુથાર એના નિર્ણય પર અડગ હતો. ત્યારે બિલ્ડરે કિધું કે ભલે તારી મરજી પણ એક મકાનનું કામ કરી આપ પછી તું નિવૃત થજે. થેલા સુથારે કમને હા પાડી કે ભલે આ એક મકાનનું કામ કરી આપીશ. હવે એ મકાનના ફર્નિચરનું કામ એમણે અ-મનથી પરાણે કમને કર્યુ કેમ કે મનમાં નિવૃત થવાના વિચારો ચાલતા હતા. એટલે એણે બહુ ધ્યાન ન આપવું. કામ પૂર્ણ થયું એટલે પેલા બિલ્ડરને કહ્યું કે લ્યો આ મકાનનું કામ પુરૂ થયું. હવે મને રજા આપો. ત્યારે પેલા બિલ્ડરે સુથારને કીધુ કે ભાઇ, તારી ત્રીસ-ચાલીસ વર્ષની કામગીરી તારી કામ કરવાની પધ્ધતિથી હું ખુશ થયો છું તેથી જે મકાનનું કામ મેં તને સોંપ્યું હતું એ મકાન તારા માટે જ મેં બનાવ્યું છે. તને હું એ મકાન ભેટ આપુ છું. ત્યારે સુથારની સ્થિતિ જોવા જેવી હતી!! માટે હું કહું છું કે પ્રત્યેક કર્મ રસપૂર્વક જ થવા જોઇએ.
ઓશો એક મંદિરની વાત કરતા હતાં. એક મંદિર બનતું હતું તો ત્યાં કામ કરનારા કારીગરોને લોકો પૂછતા કે શું કામ કરો છો? ત્યારે એક કારીગરી કહે અમે તો મજૂર છીએ. પરસેવો પાડીને કામ કરીએ છીએ, બીજાને પૂછયું તો કહે મંદિર બને છે એનું કામ કરીએ છીએ, ત્રીજાને પૂછયું તો એણે પૂછનારને પ્લેટ બતાવી દીધું કે આ દાતાએ પૈસા આપ્યા એના નામની તકતી લગાવવાની છે એટલે એ કામ કરૂ છું. ઓશોની વાત આ ત્રણ કારીગરી પાસે પૂરી થઇ જાય છે, પણ હવે મારે એ વાતને આગળ લઇ જવી છે. હું મોરારીબાપુ ચોથા કારીગર પાસે જાઉ છું અને ચોથી વ્યકિતને હું પૂછું છું કે ભાઇ, શેનું કામ કરો છો? ત્યારે ચોથો કારીગર મને કહે છે કે મંદિર બને છે, મંદિર માંહેની ભગવાન મૂર્તિ હું બનાવું છું! આ છે કર્મની રસિકતા.
યજ્ઞના ઘણા-ઘણા પ્રકારો છે. શૃંગિઋષિએ જે યજ્ઞ કર્યો એ યજ્ઞ યુગકામેષ્ઠિ યજ્ઞ હતો. શૃંગિઋષિ અથર્વવેદીક જ્ઞાતા હતા. એથી વરિષ્ઠજીએ એને બોલાવ્યા.જે યજ્ઞમાં બલિદાનો અપાય એ યજ્ઞ જ નથી. જેમાં અહંતા અને મમતાની આહુતિ અપાય એ જ સાચો યજ્ઞ છે.
કથામૃત
(૧) દહેશતથી કશું ન થાય, મહેનતથી કશુંક થાય છે, પણ રહેમતથી સર્વકાર્ય સંપન્ન થાય છે
(૨) માનસ તુલસીદાસજી મારે માટે પ્રમાણ છે અને કાગભુસુંદડીજી સુક્ષ્મ પ્રમાણ છે
(3) પરમાત્મા પાસે ફળ ન માંગો, રસ માંગો, ઇશ્વરરસમય છે
(૪)
ઉનકી રહેમત કા ઝુમ્મર સજા હૈ,
કમલીવાલેકી મહેફીલ સજી હૈ
હમકો મહેસૂસ યે હો રહા હૈ
તેરી મહેફીલ મેં કરૂણા ભરી હૈ
(૫) ગ્રંથથી ભાષાંતરશ મળે પણ ભાવાંતર કયાંથી લાવશો?



