- પાલિકાના સત્તાધીશોને પ્રજાની સેફ્ટીની કોઈ પડેલી નથી
- ડ્રેઇન બોક્સના હોલમાં બાળક ગરકાવ થઇ જાન ગુમાવે તો જવાબદારી કોની ?
- કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી
અંકલેશ્વર ભરૂચીનાકાથી નર્મદા નદી સુધી પહોંચતી એમ એસ 29ની કામગીરી વર્ષોથી વિવાદમાં નગરપાલિકા દ્વારા કરાતો કે નથી કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરસાદી પાણીના નિકાલ માટે ભરૂચના નાકાથી લઈ નર્મદા નદી સુધી લાખો રૂપિયાના ખર્ચ બનાવવામાં આવી હતી. પરંતુ નાળી દીધા બાદ કોન્ટ્રાક્ટરએ પણ હાથ અધ્ધર કરી દીધા છે. કોન્ટ્રાકટરે પાણી ભરવા માટે પાળી બનાવી હતી તે પણ પૂર્ણતાના આરે હટાવી નથી. તે કોન્ટ્રાકટરની નિષ્કાળજી અને સત્તાધીશોની આળસતા સ્પષ્ટ કરે છે.
નગરપાલિકાના સત્તાધીશો આ પરત્વે ધ્યાન રાખી ડ્રેઇન બોક્સની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવે અને હોલ પર લોખંડની જાળી મુકાવી પ્રજાની સુરક્ષાનું પૂરે પૂરું ધ્યાન રાખે તે અત્યંત જરૂરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે હોલ ખુલ્લા મુકવામાં આવ્યા છે એમાં કોઈ વ્યક્તિ કે બાળક અકસ્માતે પડી જાય અને ઇજાગ્રસ્ત થાય કે પછી જીવ ગુમાવે તેની જવાબદારી કોણ લેશે?


