– બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચેથી ઘટી ૯૦ ડોલરની અંદર ઉતર્યા
– પ્લેટીનમના ભાવ વધી ૯૦૦ ડોલરને આંબી ગયા
Updated: Oct 18th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૧૯૧૭થી ૧૯૧૮ વાળા ઉંચામાં ૧૯૨૯થી ૧૯૩૦ થઈ ૧૯૨૬થી ૧૯૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૨.૫૯ વાળા ઉંચામાં ૨૨.૭૮ થઈ ૨૨.૭૦થી ૨૨.૭૧ ડોલર રહ્યા હતા.
સોનામાં ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું. અમેરિકાના રિટેલ સેલના આંકડા જોકે અપેક્ષા કરતાં સારા આવ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૫૮૮૮૫ વાળા રૂ.૫૮૮૭૧ ખુલી રૂ.૫૯૦૪૬ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૧૨૧ વાળા રૂ.૫૯૧૦૮ ખુલી રૂ.૫૯૮૨૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૭૦૮૭૯ વાળા રૂ.૭૦૩૮૩ ખુલી રૂ.૭૦૮૪૬ બંધ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૭૮ વાળા વધી ૯૦૪ થઈ ૮૯૮થી ૮૯૯ ડોલર રહ્યા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૩૪ વાળા વધી ૧૧૫૧ થઈ ૧૧૩૯થી ૧૧૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૧.૨૦ ટકા નરમ રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૧૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૩૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૭૨૦૦૦ રહ્યા હતા. વિશ્વસ બજારમાં ક્રૂડતેલના ભાવ નરમ હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૮૭.૭૨ વાળા ૮૬.૧૧ થઈ ૮૬.૪૭ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૯૦.૭૬ વાળા નીચામાં ૮૯.૨૨ થઈ ૮૯.૭૩ ડોલર રહ્યા હતા.વેનેન્ઝુએલાના ક્રૂડની સપ્લાય વિશ્વ બજારમાં વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.