સોનાના ભાવમાં સતત વધઘટ વચ્ચે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નો એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ ગુરુવારે જણાવ્યું હતું કે 2026 સુધીમાં સોનાના ભાવ વર્તમાન સ્તરથી 15% થી 30%ની વચ્ચે વધી શકે છે. જો 2025 તરફ નજર કરીએ તો, યુએસ ટેરિફ અને અન્ય ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાની માંગ ઊંચી રહી. લોકોએ સેફ હેવન તરીકે સોનામાં ભારે રોકાણ કર્યું, જેના કારણે તેની કિંમતમાં 53%નો વધારો થયો.
રિપોર્ટમાં શું દાવો કરાયો છે?
WGCના રિપોર્ટમાં કહેવાયું છે કે “ઘટતી યીલ્ડ, વધેલા જિયોપોલિટિકલ સ્ટ્રેસ અને સલામતી તરફ ઝુકાવનું સંયોજન સોના માટે ખૂબ જ મજબૂત ટેલવિંડ બનાવશે, જે તેને ઉપર જવા માટે મદદ કરશે, આ સ્થિતિમાં 2026માં સોનાના ભાવ વર્તમાન સ્તરથી 15 થી 30 ટકા વધી શકે છે.” આ સમયગાળા દરમિયાન, રોકાણ તરીકે સોનાની મજબૂત માંગ રહેશે, ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) દ્વારા તેમાં રોકાણ વધશે. જે જ્વેલરી કે ટેકનોલોજી જેવા માર્કેટની નબળાઈ ઘટાડશે.
ગોલ્ડ ETFમાં વધ્યો ઈનફ્લો
WCGના ડેટા પ્રમાણે ગ્લેબલ ગોલ્ડ ETFમાં CY25માં અત્યાર સુધીમાં 77 બિલિયન ડોલરનો ઈનફ્લો થયો છે. જેના કારણે તેમના હોલ્ડિંગમાં 700 ટનથી વધુનો વધારો થયો છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, “જો આપણે શરૂઆતના પોઈન્ટને વધુ પાછળ મે 2024માં ખસેડીએ તો પણ ટોટલ ગોલ્ડ ETF હોલ્ડિંગ્સમાં આશરે 850 ટનનો વધારો થયો છે. આ આંકડો અગાઉના ગોલ્ડ બુલ સાઈકલના અડધાથી પણ ઓછો છે, જેના કારણે ગ્રોથનો વધુ અવકાશ છે. “આવું થવા માટે વર્ષ 2026માં સોનાના ભાવમાં 5% થી 20%નો ઘટાડો થઈ શકે છે. આ પરિસ્થિતિઓમાં રિફ્લેશન કદાચ હાવી થઈ શકે છે. જેનાથી એક્ટિવિટી વધશે અને ગ્લોબલ ગ્રોથ માટે એક મજબૂત માર્ગ બનશે. જેમ જેમ મોંઘવારીનું દબાણ વધશે, ફેડને 2026માં રેટ હોલ્ડ કરવા અથવા વધરવા માટે મજબૂર થવું પડશે.”


