મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેતી ફરી તૂટયા હતા. દરમિયાન, તહેવારોની મોસમ શરૂ થઈ છે તથા નવરાત્રી પછી દશેરા-દિવાળીના તહેવારો આવી રહ્યા છે જ્યારે મુંબઈ બજારમાં આજે ચર્ચાતી વાતો મુજબ ટેક્સ વિભાગ દ્વારા મુંબઈ બજારની અમુક દુકાનો તથા પેઢીઓ પર તપાસ શરૂ થઈ હતી અને તેના પગલે બજારમાં ગભરાટ પણ જણાયોેહતો. ટેક્સ વિભાગ તથા અમુક સરકારી વિભાગો તરફથી આવી તપાસ આવ્યાની ચર્ચા હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના વધી ૧૯૫૫થી ૧૯૫૬ ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ ઉંચેથી ઘટી ૨૩ ડોલરની અંદર ઉતરી ૨૨.૮૯થી ૨૨.૯૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૭૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૧૬૦૦ તથા ૯૯.૫૦ના રૂ.૬૧૮૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૮થી ૮૮૯ ડોલર તથા પેલેડીયમના ભાવ તૂટી ૧૧૦૬થી ૧૧૦૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૨૪ ટકા પ્લસમાં હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૮૭.૫૮ ડોલર તથા બ્રેન્ટના ભાવ ૯૦.૬૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટયો હતો. જો કે વેનેન્ઝએલાથી ક્રૂડની સપ્લાય વિશ્વ બજારમાં વધી રહ્યાની ચર્ચા હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૬૦૦ વાળા રૂ.૫૯૭૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૮૪૦ વાળા રૂ.૫૯૯૪૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૧૯૭ વાળા રૂ.૭૧૩૨૪ રહ્યા હતા. મુંબઈ બજારમાં જીએસટી સાથેના સોના-ચાંદીના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.