– પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં ઘટાડો: કોપર ઉંચકાયું
Updated: Nov 3rd, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ ફરી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૮૬થી ૧૯૮૭ વાળા ૧૯૯૧થી ૧૯૯૨ થઈ ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૨૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૧૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૭૩થી ૨૨.૭૪ વાળા ઉંચામાં ૨૩.૧૨ થઈ ૨૨.૯૭થી ૨૨.૯૮ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૬વાળા ૯૩૫ થઈ નીચામાં ૯૧૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૧૨૩ વાળા ૧૧૦૪ થઈ ૧૧૧૫થી ૧૧૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૭ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૬.૮૧ વાળા નીચામાં ૮૪.૯૫ થઈ ૮૫.૩૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૨.૮૨ વાળા નીચામાં ૮૦.૭૦ થઈ ૮૧.૧૦ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૭૬૮ વાળા રૂ.૬૦૭૪૧ થઈ રૂ.૬૦૮૪૭ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૦૧૨ વાળા રૂ.૬૦૯૮૫ થઈ રૂ.૬૧૦૯૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૯૮૪ વાળા રૂ.૭૧૬૮૪ રહ્યા હતા.