– – જોકે કોપર, પ્લેટીનમ પેલેડીયમના ભાવ તળીયેથી ઉંચકાયા
Updated: Nov 14th, 2023
મુંબઇ : મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજારમાં બપોર સુધીના ગાળામાં સોના ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર નબળાઈ બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૪૦થી ૧૯૪૧ વાળા નીચામાં ૧૯૩૪થી ૧૯૩૫ થઈ ૧૯૭૯થી ૧૯૪૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૨.૨૬થી ૨૨.૨૭ વાળા નીચામાં ૨૧.૯૯ થઈ ૨૨.૦૬થી ૨૨.૦૭ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર બજારની નજર રહી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ૧૦ ગ્રામના રૂ.૫૯૭૦૦ વાળા રૂ.૫૯૬૭૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૯૫૦ વાળા રૂ.૫૯૯૧૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગરરૂ.૬૯૮૦૦ વાળા રૂ.૬૯૪૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં સોના- ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૪૫થી ૮૪૬ વાળા ૮૫૨ થઈ ૮૫૦થી ૮૫૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૬૧થી ૯૬૨ વાળા વધી ૯૭૬ થઈ ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે એક ટકો ઉંચકાયા હતા. દરમિયાન વિશ્વબજારમાં આજે ક્રૂડતેલમાં પીછેહટ ચાલુ રહી હતી. યુએસ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૩.૭૩ વાળા નીચામાં ૭૬.૩૬ થઈ ૭૬.૫૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૨.૦૬ વાળા નીચામાં ૮૦.૬૦ થઈ ૮૦.૮૦ ડોલર રહ્યા હતા.