અત્યારે સોના ચાંદી ખરીદવાની તો વાત જ શું કરવી? ભાવ એટલા વધી ગયા છે કે આપણી પાસે જે સેવિંગ્સ હોય તે પણ ઓછી પડે. દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવ તો વધી જ રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવાર માટે તો સોનું ખરીદવુ સ્વપ્ન બરાબર થઇ ગયુ છે તેમ કહેવું ખોટું નહીં. કારણ કે સોના અને ચાંદીના ભાવ દિવસ જાય તેમ ઘટવાનું નામ જ નથી લેતા. ઘટાડો આવે તો પણ ભાવ તો આસમાને જ રહે છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા મોટા શહેરોમાં શું છે 16 ડિસેમ્બરે સોનાનો ભાવ, તે વિશે જાણીએ.
આજે સોનાનો ભાવ
મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી 2026 ની સમાપ્તિ તારીખ સાથે સોનાનો વાયદો ₹1,33,523 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹1,34,130 પર બંધ થયું હતું.
16 ડિસેમ્બરના રોજ સવારે 10:35 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનું સોનું MCX પર ₹1,33,773 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹360 નો ઘટાડો હતો. MCX સોનું શરૂઆતના વેપારમાં ₹1,38,875 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ
મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો પરંતુ ચાંદીની કિંમતોમાં મજબૂતાઇ જોવા મળી. સ્થાનિક બજારોમાં ચાંદીનો ભાવ 199100 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ઊંચી કિંમત અને ઔદ્યોગિક માગ અને રોકાણકારોએ રસ દાખવતા ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
| દિલ્હી | 1,33,910 | 1,22,750 |
| મુંબઈ | 1,33,860 | 1,22,700 |
| અમદાવાદ | 1,33,910 | 1,22,750 |
| ચેન્નાઈ | 1,34,730 | 1,23,500 |
| કોલકાતા | 1,33,860 | 1,22,700 |
| લખનૌ | 1,34,010 | 1,22,850 |
| જયપુર | 1,34,010 | 1,22,850 |
| હૈદરાબાદ | 1,33,860 | 1,22,700 |
લગ્નની સિઝન દરમિયાન પણ માંગ કેમ ઓછી ?
ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક છે. લગ્ન, તહેવારો અને રોકાણોમાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, ખરીદી અથવા રોકાણ કરવાની યોજના બનાવનારાઓ માટે સોનાની કિંમતો પર નજર રાખવી મહત્વપૂર્ણ બને છે. વળી અત્યારે ભારતમાં લગ્નની સિઝન હોવા છતાં સોનાની માગ અપેક્ષા કરતા ઓછી છે. સોનાના ઊંચા ભાવ અને દૈનિક વધઘટને કારણે સામાન્ય ખરીદદારોને સાવધાન કરી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો દ્વારા નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારના દર, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત જકાત અને કર – આ બધા મળીને દૈનિક સોનાનો ભાવ નક્કી કરે છે.


