Image Envato |
તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આજે ઉછાળા સાથે વેપાર જોવા મળી રહ્યો છે, જો કે ગઈકાલ આ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈઝરાયેલ -હમાસ યુદ્ધ (israel hamas war) ચાલતું હોવાથી યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં મોટો નિર્ણય લેવાની ફરજ પડી શકે છે અને તેની અસરથી ડોલરના ભાવ પર નેગેટિવ ઈફેક્ટ આવવાની સંભાવના જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વ હાલમાં વ્યાજ દરોને લઈને સાવચેત રહેશે અને તેની અસરથી ભાવમાં ભારે ઉતાર- ચડાવ જોવા મળી શકે છે. જો કે રોકાણકારોનુ રોકાણ સુરક્ષિત છે અને સોના-ચાંદીમાં તેનો ફાયદો મળી રહ્યો છે.
ચાર મહિનામાં નવા લેવલ પર જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ
કોમોડિટી બજારમાં MCX પર સોનું 4 મહિનામાં ઊંચા લેવલ પર આવી ગયો છે અને સોનામાં આજ જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં પણ મજબૂતી સાથે વેપાર થતા જોવા મળી રહ્યા છે.
MCX પર સોનાના ભાવ
MCX એક્સચેંજ પર આજે સોનાના ભાવ 4 મહિનામાં ઉંચા લેવલ પર જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવમાં 277 રુપિયા એટલે કે 0.46 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે 60595 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયો છે. આજે સોનાનો ભાવ ઉપરના લેવલમાં 60660 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉપર ગયા હતા. સોનાના આ ભાવ ડિસેમ્બરના વાયદા માટેના છે.
MCX પર ચાંદીના ભાવ
MCX એક્સચેંજ પર આજે ચાંદીના ભાવમાં મોટા ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં 283 રુપિયા એટલે કે 0.40 ટકા વધીને 71899 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોચી ગયો છે. આજ ચાંદીના ભાવમાં ઉપરની સપાટી પર 72164 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ગયો હતો. ચાંદીના આ ભાવ ડિસેમ્બરના વાયદા માટે છે.
રિટેલ બજારમાં સોનાના ભાવ
દિલ્હી: 24 કેરેટ શુદ્ધતાવાળા સોનું 780 રુપિયા પ્રતિ 10 ગ્રામમાં વધીને 61690 રુપિયા પર છે.
મુંબઈ : 24 કેરેટ શુદ્ધતાવાળા સોનું 770 રુપિયા પ્રતિ 10 ગ્રામમાં વધીને 61530 રુપિયા પર છે.
ચેન્નઈ : 24 કેરેટ શુદ્ધતાવાળા સોનું 820 રુપિયા પ્રતિ 10 ગ્રામમાં વધીને 61750 રુપિયા પર છે.
કોલકતા: 24 કેરેટ શુદ્ધતાવાળા સોનું 770 રુપિયા પ્રતિ 10 ગ્રામમાં વધીને 61530 રુપિયા પર છે.
અમદાવાદ : 24 કેરેટ શુદ્ધતાવાળા સોનું 770 રુપિયા પ્રતિ 10 ગ્રામમાં વધીને 61530 રુપિયા પર છે.