– વિશ્વ બજારમાં ક્રૂડમાં પીછેહટ વચ્ચે બ્રેન્ટના ભાવ ૮૮ ડોલરની અંદર ઉતર્યા
Updated: Nov 1st, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૯૫થી ૧૯૯૬ વાળા ૨૦૦૧થી ૨૦૦૨ થઈ ૧૯૯૭થી ૧૯૯૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓ વધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૨૩.૩૩ તથા નીચામાં ૨૩.૦૮ થઈ ભાવ ૨૩.૧૪થી ૨૩.૧૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ઓકટોબર મહિનામાં સોનાના ભાવ આશરે ૮ ટકા વધ્યા છે.તથા મંથલી ભાવ વૃદ્ધીમાં ૧૧ મહિનોનો રેકોર્ડ તૂટયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આવી ભાવ વૃદ્ધી જોવા મળીતી. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૨૧ વાળા ૯૪૩ થઈ ૯૩૫થી ૯૩૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૩૭ વાળા ૧૧૨૨થી ૧૧૪૨ વચ્ચે અથડાઈ ૧૧૩૮થી ૧૧૩૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૧૧ ટકા નરમ હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ નરમ હતા. બ્રેન્ટક્રૂડ તેલના ભાવ બેરલના ૮૯.૫૪ વાળા નીચામાં ૮૭.૭૮ થઈ ૮૭.૯૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૪.૪૭ વાળા ઘટી ૮૨.૨૯ થઈ ૮૨.૭૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૯૯૩ વાળા રૂ.૬૧૧૨૪ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૨૩૮ વાળા રૂ.૬૧૩૭૦ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૩૯૧ વાળા રૂ.૭૧૮૦૫ થ રૂ.૭૨૧૬૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.