– ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો
– વિશ્વ બજાર વધતાં ઈમ્પોર્ટ કોસ્ટ મોંઘી બની
Updated: Oct 12th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં ભાવ આજે વધુ ઉંચે ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૫૬થી ૧૮૫૭ વાળા આજે વધી ૧૮૭૪થી ૧૮૭૫ થઈ ૧૮૭૧થી ૧૮૭૨ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૧.૭૩ વાળા ૨૨.૧૨ થઈ ૨૨.૦૭થાી ૨૨.૦૮ ડોલર રહ્યા હતા. ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષ પર વિશ્વ બજારની નજર હતી.ત દરમિયાન, વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતા તથા બોન્ડ યીલ્ડ પણ નીચે ઉતરતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ ૯૯.૫૦ના ભાવ રૂ.૫૯૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૦૦૦ને આંબી ગયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૭૨૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔશદીઠ ૮૯૩ થયા પછી ૮૮૧ થઈ ૮૮૨થી ૮૮૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૫૭ તથા ૧૧૮૮ વચ્ચે અથડાઈ ૧૧૬૪થી ૧૧૬૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૨ ટકા નરમ હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ ક્રૂડના ભાવ બેરલના ૮૬.૯૩ વાળા ૮૫.૨૨ થઈ ૮૫.૨૭ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૭.૯૦ વાળા ૮૬.૦૯૮ થઈ ૮૭.૦૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલમાં નવી માગ ધીમી હતી. ચીનની સરકાર દ્વારા જાહેર થનારા સ્ટીમ્યુલ્સ પેકેજ પર બજારની નજર હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૪૨૯ વાળા રૂ.૫૭૬૨૮ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૪૪૭૪ વાળા રૂ.૫૭૮૬૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૮૫૮૩ વાળા રૂ.૬૯૪૯૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.