શું તમે જાણો છો નાગરિકતા મેળવવા માટે માત્ર પૈસા જ નહી. પરંતુ સ્થિરતા, મહેનત અને સમાજમાં યોગદાન પણ જરુરી છે. અમેરિકામાં જ્યાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે “ગોલ્ડ કાર્ડ વીઝા”થી નાગરિકતા મેળવવા માટે જાહેરાત કરી છે. જેમાં તમે 44 કરોડ રૂપિયા આપીને અમેરિકાના સીટીઝન બની શકો છો. પરંતુ અમેરિકા સિવાય અન્ય દેશો છે જ્યાંની તમે નાગરિકતા મેળવીને ખુશહાલ જીવન પસાર કરી શકો છો.
આ દેશો પણ છે નાગરિકતા મેળવવા માટે યોગ્ય
અમેરિકાના “ગોલ્ડ કાર્ડ વીઝા”ની જાહેરાત દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. પંરતુ અન્ય દેશો છે જ્યાં સીટીઝનશીપ લેવી હિતાવહ હોઇ શકે છે. આ દેશોમાં નોર્વે, ફિનલેંડ, ડેનમાર્ક જેવા નામો સામેલ છે. અહીંના નિયમો અમેરિકાથી તદ્દન અલગ છે.
નોર્વે, ફિનલેંડ, ડેનમાર્ક દેશ છે સુંદર
નોર્વે ન માત્ર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે પરંતુ તે દુનિયાનો સૌથી ખુશહાલ દેશ પણ છે. નોર્વેના નિયમો અમેરિકાથી અલગ અને સરળ છે. અહીંની નાગરિકતા મેળવવા માટે કોઇ મોટી રકમ ખર્ચ કરવાની જરુર નથી. નોર્વેમાં તમે સતત 8 વર્ષ રહ્યા છો અને કામ કરીને ટેક્સ ભરો છો તો તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો. તમારે માત્ર તમારી સ્થિરતા સાબિત કરવાની રહેશે. તો ફિનલેંડમાં પણ નાગરિકતા મેળવવા માટે સામાન્ય નિયમો છે. અહીં પણ તમે 8 વર્ષ સુધી સતત વસવાટ કર્યો હોવો જોઇએ. અને સાથે જ ફિનિશ અથવા સ્વીડિશ ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે. અને તમે ટેક્સ પેયર હોવા અવશ્ય છે. તો ડેનમાર્કમાં વસવાટ કરવા માટે તમારે સામાન્ય રીતે ઓછામાં ઓછા 9 વર્ષ સુધી ડેનમાર્કમાં કાયમી નિવાસી તરીકે રહેવું પડે છે. આ પછી તમે નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા માટે અરજી કરી શકો છો. નાગરિકતા મેળવવાની આ મુખ્ય પદ્ધતિ છે. અને જો તમારા માતા-પિતામાંથી કોઈ એક જન્મથી ડેનિશ નાગરિક હોય, તો તમને આપમેળે ડેનિશ નાગરિકતા મળે છે. વધુમાં, જો તમે ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અથવા સ્વીડનના નાગરિક છો, તો તમે ફક્ત 7 વર્ષ ડેનમાર્કમાં રહીને નાગરિકતા મેળવી શકો છો.
તેથી, જો આપણે અમેરિકા અને નોર્વે જેવા ખુશ દેશોના નાગરિકત્વના નિયમોની તુલના કરીએ, તો મોટો તફાવત સ્પષ્ટપણે દેખાય છે. અમેરિકામાં નાગરિકતા મેળવવા માટે તમારે મોટા નાણાકીય રોકાણો કરવા પડે છે. જ્યારે નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્ક જેવા દેશોમાં તમને રહેઠાણ, કામ અને સમાજમાં યોગદાનના આધારે નાગરિકતા મળે છે.


