ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
તા.3 એપ્રિલથી ફરી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે
અગ્ર ગુજરાત, ગોંડલ
સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક ને લઈને મોખરે સ્થાન ધરાવે છે ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગ ને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 9 દિવસ કામકાજ બંધ રહેશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી તા. 25 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજ ને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસી ની આવક તેમજ હરાજી ને લગતા તમામ કામકાજ બંધ રહેશે. તેમજ 1 એપ્રિલને બુધવારના રોજ બેંક હોલીડે તેમજ 2 એપ્રિલ ને ગુરુવારના રોજ હનુમાન જયંતિની રજા જાહેર કરાતા ગોંડલ યાર્ડમાં 9 દિવસનું મીની વેકેશન જાહેર કરાયું હતું…
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે ત્યારે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ માર્ચ એન્ડિંગ ને લઈને જાહેર હરાજી સહિત યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફીસનું કામકાજ ચાલુ રહેશે. જેને લઈને સૌરાષ્ટ્રભર માંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકો તા. 25 માર્ચ ને બુધવાર થી 2 એપ્રિલ ગુરુવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી ની આવકો તેમજ હરાજી ને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે જેની દરેક એ નોંધ લેવી. તેમજ યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવક ને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસી ની આવક બંધ કરવામાં આવે છે તેમ યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.


