- CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી 2.0ની શરુઆત
- ચહેરા પર હાસ્ય છે એ ગુડ ગવર્નન્સ છે : CM
- સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી 2.0ની શરુઆત થઇ છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતા જણાવ્યું છે કે રજાના દિવસે બધા અહિયા આવ્યા છો. ચહેરા પર હાસ્ય છે એ ગુડ ગવર્નન્સ છે.
સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો
સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો. છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કોઈને વિચાર ન આવ્યો. વ્યવસ્થામાં રહેતી ઉણપ દૂર કરવા પ્રયત્ન કરીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ કામ થાય છે. 10 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે. આપણે કહીએ છીએ રોકાણ માટે ગુજરાત પહેલું છે. ગુજરાત છે એને ટકાવી રાખવું. હું જાપાન ગયો તો ત્યા રોડ પર ક્યાય ડસ્ટબીન જ જોવા મળ્યા નથી. દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં છે. આપણે ઓફિસથી લઇ ગામડા સુધી સ્વચ્છતા માટે કામ કરવું છે.
જાણો કેમ સુશાસન દિવસની ઉજવવામાં આવે છે
25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે. આ દિવસ વાજપેયીના સન્માનમાં વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકરણી અને લેખક હતા, જેમણે ભારતના 10માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું, ‘એક દિવસ તમે એક ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પરંતુ તમે ક્યારેય ભૂતપૂર્વ કવિ બની શકશો નહીં.’


