- નવી દિલ્હીથી તેલ અવીવ જતી ફલાઈટ શરૂ થશે
- આગામી 16 મેથી ફલાઈટની ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવશે
- ઈઝરાયલ-હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ વચ્ચે ફલાઈટ રદ્દ કરાઈ હતી
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી ઘર્ષણની સ્થિતિ છે. એ દરમિયાન ભારત અને ઈઝરાલની યાત્રાની પ્રતીક્ષા કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઘણા મહિનાઓ પછી નવી દિલ્હીથી ઈઝરાયલની રાજધાની તેલ અવીવની ફલાઈટ્સ ફરી શરૂ થશે. આ અંગે જાણકારી સામે આવી છે.
એક ખાનગી કંપનીએ આપી જાણકારી
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સત્તાવાર હેંડલથી તેલ અવીવથી ફલાઈટસનું સંચાલન ફરીથી શરૂ થશે આ અંગે જાણકારી આપી હતી.
આ અઠવાડિયે સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે
અગાઉ એર ઈન્ડિયાએ 30 એપ્રિલના રોજ દિલ્હી અને તેલ અવીવની ફ્લાઈટ્સ અંગે અપડેટ શેર કર્યું હતું. તે દિવસે કંપનીએ કહ્યું હતું કે તેની તેલ અવીવ ફ્લાઈટ્સ 15 મે સુધી બંધ રહેશે. કંપનીએ કહ્યું હતું – પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેલ અવીવથી અને ત્યાંથી ફ્લાઇટ્સનું સસ્પેન્શન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફ્લાઈટ્સ હવે 15 મે, 2024 સુધી સ્થગિત કરવામાં આવશે. જો કે, તે દિવસે કંપનીએ ફ્લાઈટ્સ ફરીથી ક્યારે શરૂ થઈ શકે તે અંગે કોઈ અપડેટ આપી ન હતી.
આ કારણોસર ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું
ગયા મહિને પશ્ચિમ એશિયામાં બે મોટા અને શક્તિશાળી દેશો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહીમાં ઈરાન પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સંભાવના બાદ એર ઈન્ડિયાએ તેલ અવીવ માટે તેની ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ સૌપ્રથમ 19 એપ્રિલે જાહેરાત કરી હતી કે ઇઝરાયેલની રાજધાની માટે તેની ફ્લાઇટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત રહેશે.


