- ક્વિંટલ દિઠ રૂ. 300 બોનસ રાજ્ય સરકાર આપશે
- વીસીઈ મારફતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે
- આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થશે
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. તેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2275 તથા બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2500 અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 3180 રાખવામાં આવ્યો છે.
15 માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે
મકાઈનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2090 રહેશે. તેમજ ક્વિંટલ દિઠ રૂ. 300 બોનસ રાજ્ય સરકાર આપશે. તથા વીસીઈ મારફતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થશે. તેમજ 15 માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે.
અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદ્યો હતો
અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદ્યો હતો. તેમાં ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7000, ચણાના રૂ. 5540 મળ્યા હતા. રાયડો પ્રતિ ક્વિન્ટલ રુ. 5650ના ભાવે ખરીદાયો હતો. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


