IPLના ઇતિહાસમાં છેલ્લા 11 વર્ષ બાદ એટલે કે 2014 પછી પછી પંજાબની ટીમ પહેલી વાર પ્લેઓફમાં પહોંચી. ગઈ કાલે એટલે સોમવાર 26 May 2025 ના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે 185 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો .
IPL 2025 ની 69 મી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી.પંજાબ ટીમનો સફળ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફિટ ના હોવાને કારણે મેચમાં રમી શક્યો નહીં . ચહલ સતત બીજી મેચ માટે બહાર છે પરંતુ પ્લેઓફ પહેલા તે ફિટ થઈ જશે તેવી હાલ આશાઓ સેવાઇ રહી છે.
શું ચહલ પ્લેઓફમાં રમશે?
IPL હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો સ્પિનર ચહલ સાબિત થયો છે , પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં યુઝવેન્દ્ર ચહલને ટીમનો ભાગ બનાવ્યો છે. આંગળીની ઈજાને કારણે તે લીગ સ્ટેજની છેલ્લી મેચમાં રમી રહ્યો નથી. આ પહેલા તે દિલ્હી કેપિટલ્સ સામે પણ રમી શક્યો ન હતો. મીડિયા અહેવાલ મુજબ ચહલની ફિટનેસ અંગે મોટી અપડેટ સામે આવી ચહલને આંગળીમાં ઈજા થઈ છે પરંતુ તે પ્લેઓફ માટે ફિટ થઈ જશે.
મુંબઈએ પંજાબને 185 રનનો લક્ષ્યાંક આપ્યો
ચહલની ગેરહાજરીમાં, હરપ્રીત બ્રાર પંજાબ માટે મુખ્ય સ્પિનર હતો. સોમવારે રમાયેલી મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે 185 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા. સૂર્યકુમારે ટીમ તરફથી સૌથી વધુ 57 રનની ઇનિંગ્સ રમી. જવાબમાં પંજાબ કિંગ્સએ 18.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 187 સ્કોર કરીને મેચ પોતાના નામે કરી લીધી. દરમિયાન, પંજાબ તરફથી અર્શદીપ સિંહ, માર્કો જાનસેન અને વિજય કુમાર વિશાકે બે-બે વિકેટ લીધી. આ ઉપરાંત હરપ્રીત બ્રારને પણ સફળતા મળી હતી .


