ભારત અને સાઉદી અરબ વચ્ચે એક ડીલ સાઇન કરવામાં આવી છે. જે હેઠળ સાઉદી અરબ અને દુબઇ જવા માટે વિઝામાં છૂટ મળશે, એટલે કે હવે દુબઇ જવુ ખૂબ જ સરળ થઇ જશે. ભારતીય રાજદૂત અને સઉદી ઓફિશિયલ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થઇ ચૂક્યા છે અને જલ્દી જ સમજૂતીને અમલમાં લાવવામાં આવશે.
ભારતીય પાસપોર્ટ ધરાવનારા લોકો માટે સારા સમાચાર છે. ભારતીયો માટે દુબઈ અને સાઉદી અરબ જવું હવે વધુ સરળ બનવાનું છે, કારણ કે ભારત અને સાઉદી અરબ વચ્ચે એક ડીલ થઈ છે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાન અને સાઉદી અરબના વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ મામલાના ઉપ મંત્રી અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરીએ દ્વિપક્ષીય વિઝા છૂટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલનો હેતુ બંને દેશો વચ્ચે લોકોની અવરજવર સરળ બનાવવાનો છે.
દ્વિપક્ષીય વિઝા છૂટ કરાર પર ચર્ચા કરાઇ
સાઉદી અરબ સ્થિત ભારતીય દૂતાવાસે તેના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરબ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માંગે છે. ભારતીય રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાન અને સાઉદી અરબના વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલ મામલાના ઉપ મંત્રી મહામહિમ અબ્દુલમજીદ બિન રાશિદ અલસ્મરી રિયાધમાં મુલાકાત થઇ. બેઠક દરમિયાન રાજદૂતીય, વિશેષ અને અધિકૃત પાસપોર્ટ ધારકો માટેના દ્વિપક્ષીય વિઝા છૂટ કરાર પર ચર્ચા કરવામાં આવી હતી.
બંને પક્ષોએ પરસ્પર સંમિત પર હસ્તાક્ષર કર્યા
કરારના તમામ નિયમો અને જોગવાઇઓ સમજ્યા બાદ ભારત અને સાઉદી અરબ બંને પક્ષોએ પરસ્પર સંમિત પર હસ્તાક્ષર કર્યા, કરાર અમલમાં આવ્યા બાદ બંને દેશોના લોકો માટે મુસાફરી કરવી વધુ સરળ બની જશે. દ્વિપક્ષીય આદાન પ્રદાનને પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ Donald Trump: મારો પ્રિય શબ્દ છે Teriff, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ સંબોધન


