- તાઈવાન ભારતની વાતચીત
- ચીનને લાગશે મોટો ઝટતો
- ભારત પાસેથી 1 લાખથી વધુ લોકોની માગણી
ભારતના પાડોશી દેશ ચીનની ટેન્શન વધે એવા સમાચાર સામે આવ્યા છે. ચીનના પાડોશી દેશ એવા તાઈવાને ભારત પાસેથી મોટી મદદ માગી છે, હકીકતમાં તાઈવાને ભારત પાસેથી 1 લાખથી વધુ માણસોની માગણી કરી છે.
આ તાઇવાન તરફથી ભારતને દિવાળીની ભેટ છે. તેનાથી ચીન પરેશાન થઈ શકે છે. વાસ્તવમાં, તાઈવાન ભારતના એક લાખથી વધુ લોકોને રોજગાર આપવા જઈ રહ્યું છે. જો આ ડીલ થાય છે તો તાઈવાન અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ તાઈવાનના પાડોશી દેશ ચીનને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તાઇવાન ફેક્ટરીઓ, ખેતરો અને હોસ્પિટલોમાં કામ કરવા માટે 100,000 થી વધુ ભારતીયોને નોકરી પર રાખી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં બંને પક્ષો દ્વારા નોકરીના સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે, એમ લોકોએ જણાવ્યું હતું.
ભારત-ચીનના સંબંધોમાં તણાવ
ભારત-ચીન સંબંધો લાંબા સમયથી વણસેલા છે. ચીન તેની વિસ્તારવાદી નીતિના કારણે હવે દુનિયાની આંખોમાં ખટકવા લાગ્યું છે. ચીન ક્યારેક સાઉથ ચાઇના સી પર દાવો ઠોકે છે તો ક્યારેક તાઇવાન મુદ્દે બીજા દેશો સાથે ઝઘડે છે પણ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તાઇવાન મુદ્દે ચીનને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. ભારત ચીનની ઐસીતૈસી કરીને તાઇવાન સાથે નિકટતા વધારી રહ્યું છે અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ત્યાં એક લાખ વર્કર્સ મોકલી રહ્યું છે. ભારતના આ નિર્ણયથી ચીન નારાજ થાય તેવી પૂરી શક્યતા છે પણ ભારતને તેની નારાજગીની જરાય પરવા નથી.
તાઇવાનને કર્મચારીઓની જરૂર છે
તાઈવાનના લોકો સતત વૃદ્ધ થઈ રહ્યા છે. તેમને વધુને વધુ લોકોની જરૂર છે. બીજી તરફ, ભારતની અર્થવ્યવસ્થા ભલે વિશ્વના અન્ય દેશો કરતાં વધુ ઝડપી હોય, પરંતુ તે દર વર્ષે શ્રમ બજારમાં લાખો નોકરીઓ પેદા કરવા માટે પૂરતું નથી. તાઇવાન 2025 સુધીમાં “સુપર વૃદ્ધ” સમાજ બનવાનો અંદાજ છે, જેમાં વૃદ્ધ લોકો વસ્તીના પાંચમા ભાગ કરતાં વધુ હોવાનો અંદાજ છે. ભારત-તાઈવાન જોબ ડીલથી ચીન સાથે ભૌગોલિક રાજકીય તણાવ વધવાની શક્યતા છે. ચીન નથી ઈચ્છતું કે કોઈપણ દેશ સત્તાવાર રીતે તાઈવાન સાથે કોઈ આર્થિક કરાર કરે. ચીન તાઈવાનને પોતાનો અધિકાર માને છે.
અંતિમ તબક્કામાં વાતચીત
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત-તાઈવાન જોબ ડીલ હવે ફાઇલિંગ સ્ટેજ પર છે. બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવતાં તાઇવાનના શ્રમ મંત્રાલયે ભારતના સોદા પર ખાસ ટિપ્પણી કરી ન હતી, પરંતુ કહ્યું હતું કે તે એવા દેશો સાથેના સહકારને આવકારે છે જે તેને કામદારો પ્રદાન કરી શકે છે. નિષ્ણાતોના મતે, તાઇવાન જવા ઇચ્છતા ભારતીય કામદારોના સ્વાસ્થ્યને પ્રમાણિત કરવા માટે હજુ પણ એક મિકેનિઝમ પર કામ કરવામાં આવી રહ્યું છે. તાઇવાનમાં શ્રામિકોની અછત દૂર કરવા ભારત એક લાખ વર્કર્સ મોકલશે. તાઇવાન સાથે રોજગાર કરારથી ભારત-ચીન વચ્ચે ભૌગોલિક, રાજકીય તણાવ વધવાની શક્યતા છે, કેમ કે ચીન તાઇવાન સાથે કોઇ દેશના કોઇ પણ પ્રકારના સત્તાવાર આદાનપ્રદાનનો વિરોધ કરે છે. તે તાઇવાનને પોતાનો પ્રદેશ ગણાવે છે.
કરાર વાતચીતના અંતિમ તબક્કામાં
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત-તાઇવાન રોજગાર કરાર હવે વાતચીતના અંતિમ તબક્કામાં છે. તાઇવાનના શ્રામ મંત્રાલયે ભારત સાથેના કરાર અંગે કોઇ ટિપ્પણી નથી કરી પણ એટલું કહ્યું છે કે તેને શ્રામિકો પૂરા પાડી શકે તેવા દેશો સાથે સહકારને તાઇવાન આવકારે છે. તાઇવાનમાં બેરોજગારીનો દર વર્ષ 2000 પછીની સૌથી નીચી સપાટીએ છે. તાઇવાન ભારતીય શ્રામિકોને સ્થાનિક લોકો જેટલા વેતન અને વીમા પોલિસીઓની ઓફર કરી રહ્યું છે.
તાઇવાન સુપર-એજેડ સોસાયટી બનવા ભણી
તાઇવાન 2025 સુધીમાં સુપર-એજેડ સોસાયટી બની જશે. હાલ તાઇવાનમાં 65 વર્ષ કે તેથી વધુ વયના 5,39,213 લોકો હોવાનો અંદાજ છે. WHO અને યુએન દ્વારા કરાયેલી વ્યાખ્યા પ્રમાણે જે દેશમાં 7 ટકાથી વધુ વસ્તી 65 વર્ષ કે તેથી વધુ વયની હોય તેને ‘એજિંગ સોસાયટી’, 14 ટકાથી વધુ વસ્તી 65 વર્ષ કે તેથી વધુ વયની હોય તેને ‘એજેડ સોસાયટી’ અને 21 ટકાથી વધુ વસ્તી 65 વર્ષ કે તેથી વધુ વયની હોય તેને ‘સુપર-એજેડ સોસાયટી’ કહે છે.


