By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading:  ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે

Editor
Last updated: 2026/01/30 at 4:15 PM
4 days ago
Share
 ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે
SHARE

લાંબા સમયનું વિધ્ન અંતે દૂર, રેલવેએ આપી ગર્ડર ચડાવવાની મંજૂરી

 ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે

 ૭૫ કરોડના ખર્ચે નિર્માણધીન બ્રિજ શરૂ થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી મળશે મુકિત

૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ સહિતના મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ થયેલા ટ્રાફિકનું ભારણ ઘટશે

ટ્રેનોની અવર-જવરને અસર ન થાય તે રીતે ગર્ડર ચડાવવાની કામગીરી કરાશે : બ્લોકની માંગણી

મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થતા કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાએ વ્યકત કરી હતી નારાજગી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જામનગર રોડ તરફ જતાં સિવિલ હોસ્પિટલની આગળ આવતા ઐતિહાસિક સાંઢીયા પુલની સેવા હવે માત્ર એકાદ મહિનામાં મળતી થવાના ઉજળા સંજોગો વર્તાઇ રહ્યા છે. રેલવે દ્વારા ગર્ડર ચડાવવાની મંજૂરી આપવામાં આવતા તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેથી જે પ્રોજેકટ એપ્રિલમાં પૂર્ણ હતો તે હવે માર્ચ સુધીમાં પૂર્ણ કરી સેવામાં મૂકવાની વિચારણા ચાલી રહી છે.

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જામનગર હાઈવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢીયા પુલના નવનિર્માણ આડે લાંબા સમયથી ચાલી રહેલું વિઘ્ન અંતે દૂર થયું છે. રેલવે ટ્રેક ઉપર ગર્ડર ચડાવવા માટેની અંતિમ મંજૂરી રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવતા હવે બ્રિજની કામગીરીમાં તેજી આવશે. તંત્ર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, માર્ચ-2026 સુધીમાં આ ફોરલેન ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા હજારો વાહન ચાલકોને રાહત મળશે અને જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે.

જામનગર રોડથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ દાયકાઓ જૂના સાંઢીયા પુલની હાલત અતિ જર્જરિત અને અસલામત જાહેર કરવામાં આવી હતી. આથી, સુરક્ષાના કારણોસર જૂના પુલને તોડી તેની જગ્યાએ 75 કરોડના ખર્ચે નવા આધુનિક ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જામનગર રોડ પરનો એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો સહિતનો તમામ ભારે ટ્રાફિક 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે અને નાગરિકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે.

બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ અને પિલરનું કામ તો ઘણો સમય પહેલા પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રેલવે ટ્રેકની બરાબર ઉપર આવતા સેન્ટ્રલ પોર્શનમાં ગર્ડર ગોઠવવા માટે રેલવેની ટેકનિકલ મંજૂરી લેવી અનિવાર્ય હતી. આ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે તમામ અવરોધો દૂર થયા છે અને રેલવે વિભાગે ગર્ડર ચડાવવા માટે ‘બ્લોક’ લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રેનોની અવરજવરને અસર ન થાય તે રીતે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

સિટી એન્જિનિયર અતુલ રાવલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગર્ડર ચડાવવાની પ્રક્રિયા માટે સામાન્ય રીતે સતત 4 કલાકનો બ્લોક જરૂરી હોય છે, પરંતુ રેલવે ટ્રેક પર ટ્રેનોની વ્યસ્તતાને જોતા રેલવે વિભાગે 4 કલાકનો સળંગ બ્લોક આપવા અસમર્થતા દર્શાવી હતી. તેના બદલે મનપાએ 2-2 કલાકના બે અલગ બ્લોકની માંગણી કરી છે. જે મુજબ, પ્રથમ દિવસે 2 કલાકના સમયગાળામાં અડધી કામગીરી અને બીજા દિવસે બાકીના 2 કલાકમાં ગર્ડર ગોઠવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે રેલવે વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં બ્લોકનો ચોક્કસ સમય ફાળવવામાં આવશે, જે બાદ ગર્ડર ચડાવવાનું જટિલ કામ શરૂ કરી દેવાશે.

અગાઉ અવધી લંબાવાઇ હતી

નોંધનીય છે કે, રાજકોટમાં જૂનો બ્રિજ તોડીને નવો બનાવવાનો આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ કામગીરી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જૂના પુલને તોડવા માટે રેલવેની કડક શરતો વચ્ચે ડાયમંડ કટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બ્રિજની ડિઝાઇનમાં પણ ટેક્નિકલ કારણોસર ફેરફાર કરવા પડ્યા હતા, જેના કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા લંબાઈ હતી. પરંતુ હવે જ્યારે અંતિમ મંજૂરી મળી ગઈ છે, ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે બાકીનું કામ પૂરું કરવા સજ્જ થયું છે. માર્ચ મહિના સુધીમાં આ બ્રિજ કાર્યરત થતા જામનગર રોડ અને રૈયા રોડ પરનો ટ્રાફિક હળવો થશે અને લોકોને કાયમી ધોરણે સુવિધા મળશે.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
ધર્મ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Editor By Editor 6 days ago
 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
ગોંડલમાં શરમજનક અકસ્માત બાદ 19 વર્ષીય યુવકનો આપઘાત
ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ
યાજ્ઞિક રોડ પર માલાબર ગોલ્ડ શો રૂમમાં 4.72 લાખના દાગીનાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?