- વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ ઠપ થઈ જતા લોકોને હાલાકી પડી
- અમેરિકા, બ્રિટન ઉપરાંત અન્ય દેશોમાં યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી
- ગૂગલ સર્ચ એન્જિનમાં 502 એરર આવી
વિશ્વની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ ઠપ થઈ જતા સમગ્ર દુનિયાભરના યુઝરને હાલાકી વેઠવી પડી હતી. અમેરિકા અને બ્રિટનના ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે. એક ઈન્ટરનેટ કંપની અનુસાર, લોકોને ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરતી વખતે 502 એરર મળી હતી.
અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં આવી સમસ્યા
મળતી માહિતી અનુસાર, ગૂગલમાં એરરની સમસ્યા અમેરિકાના જુદાજુદા વિસ્તારમાંથી આવી. અમેરિકામાંથી આવી 1400થી વધુ ફરિયાદો મળી છે. આમાંની મોટાભાગની ફરિયાદો ન્યુયોર્ક, ડેનવર, કોલોરાડો અને સિએટલમાંથી આવી રહી છે. જો કે, ગૂગલનું જી-મેલ, યૂ-ટ્યૂબ અને ગૂગલ ટોક સારી રીતે ચાલી રહ્યું છે. પરંતુ, લગભગ 100 યુઝર્સે ગૂગલ મેપ્સને લઈને આવી જ ફરિયાદ કરી છે. લોકોએ પોતાની સમસ્યાને સોશિયલ મીડિયા પર ઠાલવી હતી. જેમાં એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ગૂગલ ડાઉન થઈ ચુક્યું છે. એને એક ઈમેજ પણ શેર કરી જેમાં એરર પેજ દેખાઈ રહ્યું હતું. 502 એરર મહેરબાની કરીને 30 સેકન્ડ પછી ટ્રાય કરો એવો મેસેજ દેખાઈ રહ્યો હતો.
લોકો ગૂગલ સર્ચનો ઉપયોગ ન કરી શક્યા
વિશ્વભરમાં ઈન્ટરનેટ પર વિવિધ કંપનીઓની ફરિયાદો પર નજર રાખતી કંપની ડાઉનડિટેક્ટરના રિપોર્ટ અનુસાર બ્રિટનના લગભગ 300 યુઝર્સે આ અંગે ફરિયાદ કરી છે. લોકો દાવો કરે છે કે તેઓ Google શોધનો ઉપયોગ કરી શકતા નથી. કેટલાક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ઘણી Google સેવાઓ કામ કરી રહી નથી. ડાઉનડિટેક્ટર તેના અહેવાલો માટે વપરાશકર્તાઓ સિવાયના ઘણા સ્રોતોમાંથી માહિતી એકત્રિત કરે છે.


