- ડભોઇના ડેપ્યુટી મામલતદારે બનાવ્યું અનોખું ગીત
- “તમારુ મતદાર યાદીમાં નામ ગોતી લો” ગીત વાયરલ
- અનોખું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ
હાલમાં નવરાત્રી દરમિયાન ‘ગોતી લો’ ગીત ઘણું લોકપ્રિય બન્યું હતું. હવે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ વડોદરા જિલ્લાના ડભોઇ રૂલર મામલતદાર કચેરીના ડેપ્યુટી મામલતદાર કરવામાં આવ્યો છે અને તેમને ગોતી લો ગોતી લો સોંગ પર મતદાતાઓ માટે ગીત બનાવ્યું છે.
રાજ્યમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કાર્યવાહી ચાલી રહી છે. જેના માટે રાજ્યભરમાં વિવિધ ઓફિસો દ્વારા લોકોને મતદાર યાદીમાં સુધારણા અંગે અપવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરાના ડભોઇ રૂલરના ચૂંટણી શાખામાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદાર શૈલેષ પરમાર ફરજ બજાવે છે. તેમણે ગોતી લો ગોતી લો સોંગ પર મતદાતાઓ માટે કડીઓ બનાવી છે. હાલમાં સોશિયલ મીડિયાના યુગમાં રિલ્સ બનાવી મતદારો સમજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ વાયરલ ગીતમાં તેઓ કહે છેકે, તમારું મતદાર યાદીમાં નામ ગોતી લો, ગોતી લો…જો ના હોય તો ફોર્મ 6 ભરી દો…જો ડબલ હોય તો ફોર્મ 7 ભરવું પડશે અને જો નામ સુધારવું હોય તો ફોર્મ 8 ભરવું પડશે…મતદાર યાદીમાં નામ ગોતી લો…આ રીતે ગીત બનાવી મતદારોને આકર્ષવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. મતદાર યાદીમાં નામ બાબતે મતદારોમાં જાગૃતિ ફેલાય અને યોગ્ય કામગીરી કરે તે અર્થે આ રીલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


