- કેન્દ્રના રાજય કક્ષાના મંત્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા
- મોટીખજૂરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
- વિવિધ યોજનાઓના લાભો વિતરિત કરાયાં
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટીખજુરી ખાતે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજય કક્ષાના મંત્રી કૌશલ કિશોર અને રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાઓના લાભો વિતરિત કરાયાં હતા.
આ પ્રસંગે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજય કક્ષાના મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સરકાર તમામ નાગરિકોને શ્રોષ્ઠ શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય, રોજગારી, માળખાકીય સુવિધાઓ વગેરે મળી રહે તેની સતત ચિંતા કરે છે. આ પ્રંસગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીની ગાડી આજે આંગણે આવી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌની સહભાગી સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું તેમજ વિડિયો સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફ્લ્મિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરાયા હતા.


