કેન્દ્રની મોદી સરકારે પૈસાથી જોડાયેલી ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં 19 ઓગસ્ટે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ હેઠળ ઓનલાઈન સટ્ટાબાજીને સજાપાત્ર ગુનો અને પૈસા સાથે જોડાયેલી ગેમિંગ ટ્રાન્ઝેક્શન પૂરી રીતે પ્રતિબંધિત રહેશે. સુત્રો દ્વારા આ જાણકારી મળી છે.
ઓનલાઈન ગેમમાં જીત પર કેટલો લાગે છે ટેક્સ?
મોદી સરકાર બુધવારે આ બિલને લોકસભામાં રજૂ કરશે. બિલ હેઠળ કોઈ પણ બેન્ક કે નાણાકીય સંસ્થા ઓનલાઈન મની ગેમ્સને પૈસા ટ્રાન્સફર કરવાની પરવાનગી આપશે નહીં. સાથે જ રિયલ મની ગેમિંગની જાહેરાત પર પ્રતિબંધ રહેશે. સરકાર તેની સાથે જ ઈ-સ્પોર્ટસ અને સ્કિલ-બેસ્ડ નોન મોનેટરી ગેમ્સને પ્રોત્સાહન આપશે. ઓનલાઈન ગેમિંગ પહેલાથી જ ટેક્સના માળખામાં છે. મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળમાં ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર 28 ટકા જીએસટી લાગુ કર્યો છે. આ નાણાકીય વર્ષથી તેમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે નાણાકીય વર્ષ 2025થી ઓનલાઈન ગેમમાં જીત પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.
1400થી વધારે સટ્ટાબાજીની વેબસાઈટ્સ અને એપ્સને કરાઈ બ્લોક
આ બિલમાં વિદેશી ગેમિંગ ઓપરેટર પણ ટેક્સ નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023માં ભારતીય દંડ સંહિતા હેઠળ ગેરકાયદેસર સટ્ટાબાજી પર 7 વર્ષ સુધીની જેલ અને ભારે દંડની જોગવાઈ લાગુ થઈ હતી. કેન્દ્ર સરકાર સતત ઓનલાઈન સટ્ટાબાજી અને તેનાથી જોડાયેલી વેબસાઈટ્સની વિરૂદ્ધ કડક પગલા ઉઠાવી રહી છે. 2022થી ફેબ્રુઆરી 2025ની વચ્ચે 1400થી વધારે સટ્ટાબાજીની વેબસાઈટ્સ અને એપ્સને બ્લોક કરવામાં આવી છે.