- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ
- લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ઝળહળશે અયોધ્યા
- પ્રતિષ્ઠા પહેલા રિહર્સલનો વીડિયો આવ્યો સામે
22 જાન્યુઆરીથી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થશે. આ સંદર્ભે મંદિરમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. મંદિરની સજાવટ અને અભિષેક સમારોહમાં આવનાર મહેમાનોને આપવામાં આવેલા આમંત્રણો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય લાઇટિંગ અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના રિહર્સલ સમયના દ્રશ્યો સામે આવ્યા છે.
ઝળહળી અયોધ્યા
સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી રહી છે. ભવ્ય કાર્યક્રમ માટે શેરીઓ અને ચાર રસ્તાઓ પર રોશની કરવામાં આવી રહ્યા છે. દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલના તમામ પ્રી-બુકિંગ રદ કરવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ શરૂ થશે. મંદિરની સજાવટથી લઈને અભિષેક સમારોહમાં આવનાર મહેમાનોને મળેલા આમંત્રણો પણ ચર્ચામાં છે.
અદ્ભુત છે સજાવટ
રામ કી પૌડી પરિસરમાં અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. આ લાઈટોમાં લેસર બીમ, એસઆરપી લાઈટ, હાઈ માસ્ટર લાઈટ, હાઈ બીમ ફોકસ અને અન્ય લાઈટોનો સમાવેશ થાય છે. વાંદરાઓની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ લાઇટોને લોખંડની જાળી અને કાચની કેપ્સથી પેક કરવામાં આવી છે જેથી વાંદરાઓ તેમને નુકસાન ન પહોંચાડે. આ ઉપરાંત દરેક ઋતુમાં લાઇટીંગને નુકસાન ન પહોંચે.


