આફ્રિકન દેશ ઇથોપિયામાં હજારો વર્ષોથી શાંત પડેલો એક શક્તિશાળી જ્વાળામુખી, ‘હાયલી ગુબી’, લગભગ 10 થી 12 હજાર વર્ષો પછી અચાનક વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો છે. આ ભયાનક કુદરતી ઘટનાની અસર માત્ર આફ્રિકા પૂરતી સીમિત ન રહેતા, તેના રાખના વાદળો હજારો કિલોમીટરનું અંતર કાપીને હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના હવાઈ ક્ષેત્રમાં પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાત અને ભારત પર અસર ઇથોપિયાના જ્વાળામુખીની અસર
જ્વાળામુખીમાંથી નીકળેલા રાખ અને ઝેરી વાયુઓનો વિશાળ ધુમ્મસ 15,000 ફૂટથી 45,000 ફૂટની ઊંચાઈએ 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આગળ વધી રહ્યો છે. આગાહી અનુસાર, આ રાખનું વાદળ અરબી સમુદ્ર પાર કરીને આજે રાત સુધીમાં ગુજરાત (ખાસ કરીને પશ્ચિમી અને વડોદરા તરફના ભાગો)માં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
ફ્લાઇટ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી રહી છે
રાખના બારીક કાચ અને ખડકના કણો વિમાનોના એન્જિન માટે અત્યંત જોખમી હોય છે, જેના કારણે દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત અન્ય શહેરોની ફ્લાઇટ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી રહી છે. દિલ્હીથી હોંગકોંગ અને ફ્રેન્કફર્ટ જેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના રૂટ પણ ડાયવર્ટ કરવા પડ્યા છે.
વૈશ્વિક સ્તરે હવામાન અને હવાઈ પરિવહન પર મોટો પડકાર
આ રાખના વાદળને કારણે ગુજરાતના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની અને વિઝિબિલિટી ઘટવાની શક્યતા છે, જેના પગલે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટના વૈશ્વિક સ્તરે હવામાન અને હવાઈ પરિવહન પર મોટો પડકાર ઊભો કરી રહી છે, અને ભારતીય હવામાન એજન્સીઓ આ રાખના વાદળની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે.
T20 World Cup 2026નો શેડ્યૂલ થયો જાહેર ,આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે


