Updated: Nov 4th, 2023
Image Source: Freepik
– તહેવારો દરમિયાન અપેક્ષિત સારી માંગની સાથે ભારતીય અર્થવ્યવસ્થા ગ્રોથ બની રહેવાની આશા છે જેનાથી આગામી 6 મહિના દરમિયાન ક્ષેત્રને ગતિ મળવાની સંભાવના
નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2023, શનિવાર
રિયલ એસ્ટેટ સેક્ટર (real estate sector)માં આગામી 6 મહિનાની ગ્રોથની સંભાવનાઓને લઈને કેટલીક આશા વધી છે. રિયલ એસ્ટેટના વિકાસ સાથે જોડાયેલી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો આ સેક્ટરને લઈને વિશ્વાસ વધ્યો છે. નાઈટ ફ્રેન્ક-નારેડકો સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ પ્રમાણે આ સેન્ટિમેન્ટનું કારણ તહેવારો દરમિયાન માંગમાં વધારો અને દેશની આર્થિક વૃદ્ધિ છે. નારેડકોએ શુક્રવારે 2023ના ત્રીજી તિમાહીમાં રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ રિપોર્ટ જારી કર્યો હતો.
વર્તમાન અને ભવિષ્યની ધારણાઓ પર છે રિપોર્ટ રિયલ એસ્ટેટ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓની આ સેક્ટરને લઈને રાય પર આધારિત છે. તેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર, આર્થિક માહોલ અને ફંડની ઉપલબ્ધતાને લઈને વર્તમાન અને ભવિષ્યની ધારણાઓને દર્શાવવામાં આવી છે. રિપોર્ટમાં 50નો સ્કોર એક તટસ્થ દૃષ્ટિકોણ અથવા યથાસ્થિતિ દર્શાવે છે જ્યારે 50થી ઉપરનો સ્કોર પોઝિટિવ ભાવનાને દર્શાવે છે અને 50થી નીચેનો સ્કોર નેગેટિવ ભાવના દર્શાવે છે.
રિયલ એસ્ટેટને ગતિ મળવાની આશા
સંયુક્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં અચાનક શરૂ થયેલા સંઘર્ષ અને વિવિધ દેશો વચ્ચે વધતા ક્ષેત્રીય તણાવને કારણે વર્તમાન ધારણા સ્કોર જૂન 2023 તિમાહીના 63 થી ઘટીને સપ્ટેમ્બર તિમાહીમાં 59 રહી ગયો છે. કંપનીએ કહ્યું છે કે, જોકે, ભવિષ્ય ધારણા ઈન્ડેક્સમાં 64 થી 65 સુધીનો સામાન્ય વધારો જોવા મળ્યો છે. આનું કારણ તહેવારો દરમિયાન અપેક્ષિત સારી માંગની સાથે ભારતીય અર્થવ્યવસ્થા ગ્રોથ બની રહેવાની આશા છે જેનાથી આગામી 6 મહિના દરમિયાન ક્ષેત્રને ગતિ મળવાની સંભાવના છે.
સમગ્ર વિશ્વમાં વર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓના વધતા દબાણ વચ્ચે છૂટક ફુગાવમાં નરમાઈ અને સ્થિર વ્યાજ દરે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને નાણાકીય સંસ્થાઓ (બેંક, નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ વગેરે)ને આ સેક્ટર (real estate)ને લઈને વધુ ભરોસો મળ્યો છે.