અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી કાર્યક્રમને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો . પીટીઆઈના અહેવાલ મુજબ, આ પગલું એવા ખુલાસાઓને કારણે લેવામાં આવ્યું છે.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રાઉન યુનિવર્સિટી અને એમઆઇટી સાથે જોડાયેલા ફાયરિંગે એક સંદિગ્ધને આ જ લોટરી સિસ્ટમ દ્વારા અમેરિકામાં પ્રવેશ મળ્યો હતો.
સુરક્ષા પર ઉઠ્યા અનેક સવાલ
ટ્રમ્પે આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા કહ્યુ કે ગ્રીન કાર્ડ લોટરી જેવા કાર્યક્રમો દ્વારા અમેરિકામાં આવનારાની દરેક માહિતી વિશે ઉંડી તપાસ થવી જરૂરી છે. તેમનુ માનવુ છે કે હાલની પ્રાણલીમાં ખૂબ જ ખામીઓ જોવા મળી રહી છે.જેનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.
શું છે ગ્રીન કાર્ડ લોટરી?
ગ્રીન કાર્ડ લોટરી, જેને સત્તાવાર રીતે ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ તરીકે ઓળખાય છે,દર વર્ષે હજારો લોકો અમેરિકામાં સ્થાયી નિવાસની તક આપે છે. આનો ઉદ્દેશ્ય એ દેશોના નાગરિકોને તક આપે છે.જ્યાંથી અમેરિકામાં ઓછી સંખ્યામાં પ્રવાસી આવે છે.
આ પણ વાંચોઃ મ્યાનમારમાં ફરી એક વખત ધરા ધ્રુજી, 4.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ


