- વસ્તડી ગામે કરંટ લાગતા ધો.9ના વિદ્યાર્થીનું મોત
- સ્કૂલ સંચાલકે મોટર ચાલુ કરવા મોકલતા બની ઘચના
- પરિવાર દ્વારા યોગ્ય તપાસની માંગણી
સુરેન્દ્રનગરના વસ્તડી ગામે આજે એક ગંભીર ઘટના બની હતી,જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિધાર્થીનુ શાળામાં મોત નિપજયું હતુ.વસ્તવડી ગામે શાળાના સંચાલકે વિધાર્થીને મોટર ચાલુ કરવાનુ કહેતા,વિધાર્થી મોટર ચાલુ કરતો હતો એ દરમિયાન અચાક કરંટ લાગતા બાળક શાળામાં જ ઢળી પડયો હતો.બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો પણ ફરજ પરના ડોકટરોએ મૃત જાહેર કર્યો.
તપાસના આદેશ
ઘટનાની જાણ થતા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે,તો શિક્ષણાધિકારીનું કહેવું છે કે,બાળક પાણી પીવા ગયો તે સમય દરમિયાન આ ઘટના બની હતી,તો અધિકારી દ્રારા શાળાના આચાર્યને તપાસ કરવાના આદેશ આપ્યા છે,તો સમગ્ર ઘટનાની નોંધ ગાંધીનગર શિક્ષણવિભાગે પણ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે.આ ઘટનામાં ખરેખર કોની ભુલ હતી તે તો તપાસ દરમિયાન જ સામે આવશે.
પોસ્ટમોર્ટમ કાર્યવાહી
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચીં હતી અને તપાસ હાથધરી હતી,હાલ વિધાર્થીના માતા-પિતાના નિવેદન લખવાની કામગીરી હાથધરાઈ છે,તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યો છે.
શાળાઓ ચેતી જાય
આ પ્રકારની ઘટનાથી રાજ્યની તમામ શાળાએ ચેતવાની જરૂર છે. ગામ કે શહેરની શાળામાં વીજ વાયરો કે વીજ કરંટની દુર્ઘટના ન થાય તે માટે સુરક્ષા જરૂરી છે. ખુલ્લા વીજ વાયરો ન રાખવા, કરંટ આવતા ઇલેક્ટ્રીક સાધનોનું રિપેરિંગ કરાવવું વગેરે જેવી સાવચેતી જરૂરી છે.


