- સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો
- સીંગતેલ હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600
- મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા
રાજકોટમાં સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો છે. ત્યારે સીંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600 છે. તેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે.
ગૃહિણીઓને ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઉભી થશે
ઉલ્લેખનીય છે કે ગૃહિણીઓને ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઉભી થશે. કારણ કે સીંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2600 છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સીંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો
ગત વર્ષથી આ વર્ષે તેલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.


