- ડ્રાયફ્રુટ વિક્રેતાઓને ત્યાંથી રૂ.1.10 કરોડની કરચોરી ઝડપાઈ
- મિક્સ ડ્રાયફ્રુટ પર 12ની જગ્યાએ 5 ટકા ટેક્સ ભર્યો હતો
- ટુકડાઓ દર્શાવી સારી ક્વોલિટીના કાજુના વેપારીની ગેરરીતિ
સુરતના ડ્રાયફ્રુટ વિક્રેતાઓને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ડ્રાયફ્રુટ વિક્રેતાઓને ત્યાંથી રૂપિયા 1.10 કરોડની કરચોરી ઝડપાઈ છે. તેમાં મિક્સ ડ્રાયફ્રુટ પર 12ની જગ્યાએ 5 ટકા ટેક્સ ભર્યો હતો. જેમાં ટુકડાઓ દર્શાવી સારી ક્વોલિટીના કાજુના વેપારીની ગેરરીતિ સામે આવી છે.
ખરીદ-વેચાણ અને સ્ટોકને લગતાં હિસાબી ચોપડા જપ્ત
ખરીદ-વેચાણ અને સ્ટોકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. સુરતનાં 15 ડ્રાયફ્રુટ વિક્રેતાઓને ત્યાં GST વિભાગના દરોડ મામલે GST વિભાગની સર્ચની કામગીરી પૂર્ણ થઇ છે. તેમમાં રૂપિયા 1.10 કરોડની કરચોરી પકડાઈ છે. મિક્સ ડ્રાયફ્રુટ પર 12% ની જગ્યાએ 5% ટેક્સ ભરવામાં આવ્યો હતો. ટુકડાઓ દર્શાવી સારી ક્વોલિટીના કાજુના વેપારની પણ ગેરરિતી બહાર આવી છે.
15 ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડયા
સુરત શહેર-જિલ્લાના 15 ડ્રાયફ્રુટના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડયા હતા. દિવાળી દરમિયાન મોટાભાગનો માલ બે નંબરમાં વેચવામાં આવ્યો હતો. મોટાપાયે ખરીદ-વેચાણ અને સ્ટોકને લગતાં હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. વેપારીઓએ ખૂબ નજીવો વેપાર બિલીંગથી બતાવી મોટાભાગનો માલ રોકડમાં છૂટક વેપારીઓને આપ્યો હતો. સુરત શહેરના નાનપુરા, ઘોડદોડ રોડ, વરાછા, ભાગળ, ઝાંપાબજાર સહિતનાં વેપારીઓને સકંજામાં લેવામાં આવ્યા છે.


