- વાઇસ ચેરમેન અરવિંદ પટેલની પેઢી ઉપર GSTના દરોડા
- બાલચંદ સોમા નામની પેઢીના માલિક છે અરવિંદ પટેલ
- મોટી સંખ્યામાં બિન હિસાબી વ્યવહાર મળી શકે છે
ઊંઝા APMCના વાઇસ ચેરમેનની પેઢી ઉપર GSTની રેડ પડી છે. જેમાં વાઇસ ચેરમેન અરવિંદ પટેલની પેઢી ઉપર GSTના દરોડા પડ્યા છે. અરવિંદ પટેલ બાલચંદ સોમા નામની પેઢીના માલિક છે. તેમાં મોટી સંખ્યામાં બિન હિસાબી વ્યવહાર મળી શકે છે.
GSTની રેડ પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
એપીએમસસીના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલની પેઢી ઉપર GSTની રેડ પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાલચંદ સોમા નામની પેઢી ઉપર રેડ પડી છે. તેમાં બાલચંદ સોમા નામની પેઢીના માલિક અરવિંદ પટેલ છે. તેમજ અરવિંદ સોમાભાઈ પટેલ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન છે. તથા મોટી સંખ્યામાં બિન હિસાબી વ્યવહાર મળી આવવાની શક્યતા છે. ઊંઝા સૈનિક ટ્રાન્સપોર્ટની ગાડી અમીરગઢ ચેકપોસ્ટ પર અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓએ માલના બિલો ચેક કરતાં તેમને વાંધાજનક લાગતાં ગાડી ડિટેઇન કરી ઊંઝા ખાતે સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ અને ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલા વેપારીઓના ત્યાં જીએસટી અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.
અરવિંદ પટેલ સહિત 6 જેટલી વેપારી પેઢીઓ પર દરોડા
અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા ઊંઝાની સૈનિક ટ્રાન્સપોર્ટની અમીરગઢ ચેકપોસ્ટ પર બીલો ચેક કરતો ટ્રાન્સપોર્ટમાં ભરેલા ટ્રાન્સપોર્ટ માલિક સહિત 6 જેટલા વેપારીઓના માલના બિલોમા વાધાજનક લાગતા અધિકારીઓ દ્વારા ઊંઝા શહેરમાં જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, તેમજ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલી વેપારી પેઢીઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે.
બિન હિસાબી કાગળો પણ સગેવગે કર્યા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે
અન્ડર ઇનવોયસીગ કરીને માલની ડિલીવરી કરાતી હોવાની શંકા સેવાઇ રહી છે. જપ્ત કરાયેલો કેટલાક માલ ડુપ્લીકેટ જીરૂ પણ મિક્સ કર્યાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. કેટલાક બિન હિસાબી ખરીદ વેચાણ કરતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આ તપાસનો ધમધમાટ જોઈએ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. કેટલાક વેપારીઓએ પોતાના બિન હિસાબી કાગળો પણ સગેવગે કર્યા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે.


