- તાલાળામાં 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં દરોડા
- સાસણ, ભોજદે, હરિપુર, બોરવાવના રિસોર્ટમાં દરોડા
- મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવે તેવી શક્યતા
ગીર સોમનાથ જિલ્લામાં GSTના દરોડા પડ્યા છે. જેમાં તાલાળામાં 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં દરોડા પાડતા વિવિધ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમાં સાસણ, ભોજદે, હરિપુર, બોરવાવના રિસોર્ટમાં દરોડા પડ્યા છે. અલગ-અલગ ટીમો બનાવી GSTની તપાસ શરૂ કરાઇ છે. જેમાં મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવે તેવી શક્યતા છે.
14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં જીએસટીનાં દરોડા
તાલાલા પંથકના 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં જીએસટીનાં દરોડા પડ્યા છે. જેમાં 30થી વધુના સ્ટાફે તપાસ હાથ ધરી છે. તેમાં 2 દિવસ કાર્યવાહી ચાલુ રહેશે જેમાં જીએસટી રાજકોટ વિંગનો સપાટો સામે આવ્યો છે. તાલાલા તેમજ સાસણ, ભોજદે, હરિપુ૨, બો૨વાવ સહિતના ગીર વિસ્તારમાં આવેલ રિસોર્ટ ફાર્મ હાઉસમાં દરોડા પડ્યા છે. 5-5 અધિકારીની ટીમ બનાવી જીએસટી અંગે તપાસણી હાથ ધરી છે. જેમાં જીએસટીની મોટી ચોરી સામે આવવાની ચર્ચા છે.
વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ
અગાઉ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરતા આઈસ્ક્રીમ, જ્યૂસ, ભજીયા અને પીઝાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી GST વિભાગના ધ્યાને આવી હતી. અધિકારીઓએ તપાસ કરતા આ વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ થયો હતો.
રૂ.40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા
સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, 47 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા. તપાસ દરમ્યાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. 6.75 કરોડ, પિઝાના રૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ.40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા.


