- અમદાવાદની ફ્લાઈંગ સ્ક્વોડ, મહેસાણાના GST અધિકારીના દરોડા
- છ વેપારી પેઢી માલમાં ભેળસેળ કરતી હોવાની આશંકા, તપાસ શરૂ
- તપાસનો ધમધમાટ વચ્ચે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ
ઊંઝા સૈનિક ટ્રાન્સપોર્ટની ગાડી અમીરગઢ ચેકપોસ્ટ પર અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓએ માલના બિલો ચેક કરતાં તેમને વાંધાજનક લાગતાં ગાડી ડિટેઇન કરી ઊંઝા ખાતે સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ અને ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલા વેપારીઓના ત્યાં જીએસટી અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ ફ્લાઇંગ સ્કોડ સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા ઊંઝાની સૈનિક ટ્રાન્સપોર્ટની અમીરગઢ ચેકપોસ્ટ પર બીલો ચેક કરતો ટ્રાન્સપોર્ટમાં ભરેલા ટ્રાન્સપોર્ટ માલિક સહિત 6 જેટલા વેપારીઓના માલના બિલોમા વાધા જનક લાગતા અધિકારીઓ દ્વારા ઊંઝા શહેરમાં જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, તેમજ ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિત 6 જેટલી વેપારી પેઢીઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. અન્ડર ઇનવોયસીગ કરીને માલની ડિલીવરી કરાતી હોવાની શંકા સેવાઇ રહી છે. જપ્ત કરાયેલો કેટલાક માલ ડુપ્લીકેટ જીરૂ પણ મિક્સ કર્યાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. કેટલાક બિન હિસાબી ખરીદ વેચાણ કરતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આ તપાસનો ધમધમાટ જોઈએ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
કેટલાક વેપારીઓએ પોતાના બિન હિસાબી કાગળો પણ સગે વગે કર્યા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે દરોડા ની તપાસ પૂર્ણ થયા બાદ મોટી કરચોરી પકડાય તેવી શક્યતાઓ છે.
વેપારી પેઢીઓના નામ : સૈનિક ટ્રાન્સપોર્ટ, મહાશક્તિ ટ્રાન્સપોર્ટ, ગોપાલ ઈશ્વર, બાલચંદ સોમા, ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ, એસ. આર. ટ્રેડર્સ


