- ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું
- ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે
- ટેસ્ટ ઓફ ગુજરાત થીમ નું વિશેષ ભોજન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો શુભારંભ કરવા માટે આજે ગુજરાતના મહેમાન બનશે. 8 જાન્યુઆરી સોમવારે સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ રાજભવન જવા માટે રવાના થશે. આ દરમિયાન 100થી વધુ દેશોના મહેમાન હાજરી આપવાના છે જેના માટે ખાસ ગુજરાતી અને શાકાહારી ભોજન મહેમનોને પિરસવામાં આવશે.
‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે.
જ્યારે કાર્યક્રમમાં હાજર રહેનાર યુએઈના વડાને ડિનરમાં અનાર અમૃત જ્યૂસ, જવાર અને બદામનો શોરબા, ફૂદીના બ્રોકલી, પનીર સબ્જી રોલ, લીલવાની કચોરી, તવા પનીર મસાલા, ભીંડી બહારની સબ્જી, રવૈયા બટાકાનું શાક, ગુજરાતી દાલ, ભાત, લચ્છા પરાઠા, અમૃતસરી કુલચા, તવા રોટી અને સ્વીટમાં અંજીર અખરોટ હલવો, કેસરી સબનમ રસમલાઈ, બકાલવા અને ફ્રેશ ફ્રૂટ અને ત્યારબાદ ચા અને કોફી આપવામાં આવશે.
10 જાન્યુઆરી મંગળવારે લંચમાં મહેમાનોને નીર અડાલજ, ત્રિપોલી મિર્ચ આલુ, પનીર લોંગ લાટા, દાલ અવધી, દમ બિરયાની, સ્ટીમ રાઈસ, આલુ મિર્ચ કુલચા, ફૂલકા રોટી, પરાઠા, ફોસ્ટેઈલ મેંગો લીચી, ચીકુ અને પિસ્તાનો હલવો, સિઝનલ ફૂટ પિરસવામાં આવશે.
- ગુજરાતી નાશ્તો : ગાંઠિયા જલેબી, ફાફડા અને ખાખરા
- મિઠાઈ : ચીકુ અને પિસ્તાનો હલવો
- વિશેષ ફરસાણ : વાટીદાળના ખમણ, ગુજરાતી ખાંડવી, રાજભોગ શ્રીખંડ, રાગી કુકીસ
- મેઈન કોર્સ : ત્રિપોલી મિરચી અને આલુ લબાબદાર, બાલ અવધિ,
- રોટી : દમ બિરિયાની, આલુ મિરચ કા કુલચા, ફુલકા રોટી, મિલેટ પરાઠા


