- 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં
- સૌથી વધુ પોરબંદરમાં 48 રસ્તાઓ બંધ
- ભારે વરસાદથી રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તાઓ બંધ થયા છે. જેમાં ભારે વરસાદના કારણે 9 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે. ત્યારે રાજ્યના અન્ય 5 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમજ સૌથી વધુ પોરબંદરમાં 48 રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે.
વરસાદને કારણે અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો
ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો છે. સુરત તરફના રસ્તે 4થી 5 કિમી ટ્રાફિકજામ થયો છે. બિસ્માર માર્ગ, વાલિયા ચોકડી નજીક બ્રિજ સાંકડો છે. તેમાં આમલખાડીનો બ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકજામ થયો છે. અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ જોવા મળી છે. સુરત તરફ જતી લેન પર 4થી 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ થયો છે. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક આમલખાડીનો બ્રિજ સાંકડો હોવાથી સમસ્યા સર્જાઇ છે.
ભારે વરસાદથી રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર છે
ભારે વરસાદથી રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર છે. તેમજ રાજ્યના 47 ડેમ 100% ભરાયા છે. તથા 10 ડેમ એલર્ટ, 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. તેમજ 63 ડેમમાં હજુ 25% કરતા ઓછું પાણી છે. પાટણ શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ભાસચોક, મોતીસા વિસ્તાર પાણી પાણી થયો છે. તેમજ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મેઘમહેર થઇ છે. પાટણ શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.


