- 75 લાખના વિદેશી ચલણ સહિત 66 મોબાઇલ જપ્ત
- દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા
- પેઢીના સંચાલકો, કર્મચારી સહિત 10ની પૂછપરછ શરૂ
અમદાવાદમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની રેડ પાડવામાં આવી છે. આ રેડ સતત 2 દિવસથી ચાલી રહી છે. બીજા દિવસે જે રેડ પાડવામાં આવી તેમાં 10 ઓફિસનો સમાવેશ કરાયો છે. આ સમયે CIDને કરોડોના વ્યવહારો મળ્યા છે.
કઈ જગ્યાઓએ કરાઈ રેડ
PM, HM,NR નામની આંગડીયા પેઢીમાં રેડ પાડવામાં આવી હતી. પ્રાઈમ, વી.પટેલ નામની આંગડિયા પેઢીમા પણ રેડ પાડી હતી. રેડ દરમ્ચાન 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમયે સીઆઈડીને રૂ. 75 લાખના વિદેશી ચલણ સહિત 66 મોબાઇલ મળ્યા હતા. જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. આ પછી ક્રાઈમ બ્રાન્ચે પેઢીના સંચાલકો, કર્મચારી સહિત 10ની પૂછપરછ શરૂ કરી છે.
બીજા દિવસે રેડમાં રૂ. 18 કરોડ 19 લાખ રોકડ કબજે કરાયા
આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રહી હતી. જેમાં છેલ્લા 24 કલાકથી CID ક્રાઈમની રાજ્યભરના આંગડિયા પેઢી પર રેડની કામગીરી ચાલુ રાખી હતી. હવે આ કેસમાં CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને ED પણ જોડાઈ છે. આજે બીજા દિવસની રેડમાં ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 66 મોબાઈલ સહિત મુદ્દામાલ, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીમાં ફેંક એકાઉન્ટને લઈને ફરિયાદ થઈ હતી. જે મામલે RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આ આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ 25 જગ્યા ઉપર 40 લોકોની CID ક્રાઇમની ટીમે સર્ચ કરીને 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.


