- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની થશે શરૂઆત
- રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે
- સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં અપાશે શ્રદ્ધાંજલિ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તેમજ રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે. સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે.
અરજીની તારીખ લંબાવવા માટે બિલમાં જોગવાઈ કરાશે
સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં બિલ રજૂ થશે. તેમાં મહેસુલ વિભાગનું બિલ ગૃહમાં રજૂ થશે. તેમજ ગણોતધારામાં રાજ્ય સરકાર બદલાવ કરશે. તથા કેટલીક જમીન જે બિનખેતી નહોતી થતી તેમા સુધારા કરાશે. અને 30 જુન,2015 પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા જોગવાઈ કરાશે. અરજીની તારીખ લંબાવવા માટે બિલમાં જોગવાઈ કરાશે.
સત્રના શરૂઆતના 15 મિનિટ રાજપાલનું સંબોધન કરવામાં આવશે
આજે વિધાનસભા સત્રના શરૂઆતના 15 મિનિટ રાજપાલનું સંબોધન કરવામાં આવશે. ત્યાર બાદ શોક પ્રસ્તાવ રહેશે. ગુજરાત જળસંપતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ, ગુજરાત મેટ્રોકોર્પોરેશનનો વાર્ષિક અહેવાલ, નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગુજરાત રાજય નાણાકિય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ, ઉપરાંત 2024નું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક રજુ કરવામાં આવશે. વિધાનસભાના સત્ર દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.


