- આરોપીઓએ સપ્ટેમ્બર 2023માં 8 થી 10 કિલો હેરોઈન પાકિસ્તાનથી મંગાવ્યું
- આ કેસમાં NDPSના ફરાર આરોપી ઈશા રાવ અને તેમનો પરિવાર સામેલ
- પાકિસ્તાનથી મૂર્તુઝા ડ્રગ્સ આપતો હતો
ગુજરાત ATSને બાતમી મળી હતી કે ગત 2023 ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનથી ઓમાનના દરિયા મારફતે વેરાવળ સુધી ડ્રગ આવેલ અને જે ડ્રગ દિલ્હી સુધી મોકલવામાં આવેલ છે.જેના આધારે ATS એ તાહિરા રાવ તેના પુત્ર અરબાઝ રાવ અને જમાઈ રિઝવાન નોડેની ધરપકડ કરી છે.નોંધનીય છે કે આ કેસમાં હાલ સાઉથ આફ્રિકા ફરાર થઈ ગયેલ ઈશા રાવ માસ્ટર માઇન્ડ છે. અને જેને પાકિસ્તાનના મુર્તુઝા નામના ડ્રગ્સ સપ્લાયર પાસેથી મંગાવેલ અને જે ડ્રગ દિલ્હી સુધી પહોંચાડયું હતું.
ઈશા રાવ જામનગરનો
મૂળ જામનગરના જોડીયા. ગામનો ઈશા રાવ અગાઉ પણ NDPSના ગુનામાં ફરાર છે અને તે પાકિસ્તાનના ડ્રગ માફિયાના સંપર્કમાં છે.આરોપીએ ઈશા રાવે આ ડ્રગ ઓમાનના દરિયાથી મંગાવીને વેરાવળ થી રાજસ્થાન મુકાવી દીધેલ અને ત્યારબાદ આસિફ નામના વ્યક્તિએ દિલ્હી તિલક નગર કોઈ નાઇજિરિયન અથવા સાઉથ આફ્રિકન વ્યક્તિને આપી દીધેલ.આ કામ માટે ઈશા રાવ ને 26.84 લાખ મળેલ અને જે તેણે આંગડિયા પેઢીથી પોતાના પત્ની અને પરિવારને આપ્યા હતા,આ ગુનામાં હાલ ઈશા રાવ તેની દીકરી માાસમાં ,દિલ્હી ડ્રગ લઈ જનાર આસિફ, બોટનો માલિક ધર્મેન્દ્ર ગોડ, પાકિસ્તાની ડ્રગ માફિયા અને નાઇજિરિયન ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે જે આ ડ્રગ ને હેમ મલ્લિકા -1 ના ટંડેલ અને માલિક ધર્મેન્દ્ર ને ડિલિવરી આપવામાં આવેલ અને ધર્મેન્દ્ર આ જથ્થો 16-10-23 ના રોજ સવારે ઈશા રાવ ના સાગરીત ને આપેલ અને ત્યાર બાદ તબક્કા વાર ડ્રગ ને દિલ્હી લઇ જવામાં આવેલ અને જે આસિફ લઈ ગયો હોવાાનુ સામે આવ્યું છે.
ATSની કાર્યાવાહી
ATS હાલ આરોપીઓના રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી કરશે અને આ લોકો અન્ય કેટલું ડ્રગ સપ્લાય કરેલ છે અને દિલ્હી આરોપી કોણ છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહેલ છેસાથે જ સાઉથ આફ્રિકા થી ચાલતા ડ્રગ્સ સપ્લાયના નેટવર્કનો અંત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
10 દિવસના રિમાન્ડં મંજૂર
વેરાવળ બંદર પર ઝાડપાયેલ ડ્રગ્સને લઈ કોર્ટે ત્રણેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડં મંજૂર કર્યા છે,ત્રણેય આરોપીઓએ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા,
પકડાયેલ આરોપીઓની વિગત
૧. તાહિરા વા/ઓ. ઇશા હુસૈન રાવ રહે. ગામ: જોડીયા, જી. જામનગર.
૨. અરબાઝ ઇશા રાવ રહે. ગામ: જોડીયા, જી. જામનગર.
૩. રિઝવાન તૈયબ જાતે નોડે રહે, બેડેશ્વર, એકડએક વિસ્તાર, રબારી ગેટ સામે, જામનગર.


