- CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ પણ હાજર રહ્યા
- ગુજરાત પ્રદેશ કોર કમિટીની ગઇકાલે મળી હતી બેઠક
- ગુજરાતની દરેક બેઠક પર 3 – 3 નામની પેનલ તૈયાર કરાઇ
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં ગુજરાતમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેના બાદ ઉમેદવાર માટે મંથન શરૂ થયું છે. આ માટે દિલ્હીમાં ગુજરાતને લઈ ભાજપની કોર ગ્રુપની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા.
આજે ભાજપની રાષ્ટ્રીય કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવારો અંગે ચર્ચા થઈ હતી. જેના માટે આજે 8 રાજ્યોની બેઠકો માટે મંથન કરવામાં આવ્યું, આ દરમિયાન આજે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ માટે પણ મંથન કરવામાં આવ્યું છે.
આ બેઠક માટે મુખ્યમંત્રીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પછી આવતીકાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે જે પછી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. જેના માટે પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં યાદી જાહેર થશે
ગુજરાતની દરેક બેઠક પર 3 – 3 નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બે દિવસની બેઠકમાં અંતિમ ઉમેદવાર પર મહોર લાગશે. આ બેઠક બાદ 100 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઇ શકે છે. પહેલી યાદીમાં PM મોદી, અમિત શાહના નામ યાદીમાં જાહેર થઇ શકે છે. આ ઉપરાંત પહેલી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ પણ હોઇ શકે છે.


