- ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
- ધો.12 સામાન્ય પ્રવાહનું 91.91 ટકા પરિણામ
- ગાંધીનગરના છાલાનું સૌથી વધુ 99.61% પરિણામ
રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. સવારે 9.00 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયું છે. ત્યારે બંને પ્રવાહનું પરિણામ છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી વધારે આવ્યું છે. ત્યારે વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેદાન માર્યુ છે.
વિદ્યાર્થીનીઓ અવ્વલ
જી, હા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગત વર્ષની સરખાણીએ આ વખતે સારુ પરિણામ આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા હતું જે આ વખતે 91.91 ટકા છે. જેમાં સૌથી વધારે પરિણામ વિદ્યાર્થીનીઓનું નોંધાયુ છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓનું 94.36 ટકા પરિણામ નોંધાયુ છે.
ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
મહત્વનું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ભુજા ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જીલ્લાનું સૌથી ઓછું 94.81 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે.


