- અમદાવાદ પાસે વેર હાઉસમાંથી પેપર લિક થયાનું ખૂલ્યું
- યુપી એસટીએફએ ત્રણ લોકોની કરી ધરપકડ
- 5 ફેબ્રુઆરીએ આરોપીઓ અમદાવાદ આવી ગયા હતા
ફરી એકવાર પેપર લિકની ઘટના દેશમાં બની છે અને તેમાં ગુજરાતનું કનેક્શન આવ્યું છે. યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લિકમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા. આ પછી પેપર સીલબંધ બોક્સમાં યુપી મોકલવા માટે અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યા હતા. અહીંથી જ કર્મચારીઓએ પેપર લિક કર્યું હતું.
કેવી રીતે પેપર લીક કર્યું
આ અંગે તપસામાં સામે આવ્યું છેકે, પેપર લિક કરનાર કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ્સ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા. હાલમાં STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.
તેમજ તપાસમાં સામે આવ્યું છેકે, 5 ફેબ્રુઆરીના આરોપી રાજીવ મિશ્રા ભોપાલથી અમદાવાદ આવ્યો હતો. જ્યારે બોક્સ ખોલવામાં એક્સપર્ટ શુભમ એજ દિવસે અમદાવાદ આવ્યો હતો. આ ઉપરાંત સિલ બંધ પેપરનું બોકસ ખોલી મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. જે પછી પેપરને બાર મોકલવામાં આવ્યું હતું.
ઘટના અંગે ઉત્તર પ્રદેશ પોલીસે આપી માહિતી
ઘટનામાં ઉત્તર પ્રદેશ ડીજીપી પ્રશાંતે જણાવ્યું કે રાજીવ નયન મિશ્રા પેપર લીકનો માસ્ટરમાઇન્ડ છે. તે હજુ ફરાર છે. તે RO-ARO પેપર લીકમાં પણ સામેલ હતો. આ ઉપરાંત તે રાજસ્થાનમાં ભરતી પરીક્ષાઓના પેપર પણ લીક કરી રહ્યો છે. પોલીસ ભરતી પેપર લીક કેસમાં 178 FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 396 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લાખો ઉમેદવારો પરીક્ષા આપી હતી
નોંધનીય છેકે, યુપી પોલીસ ભરતી પરીક્ષા 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં લગભગ 40 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પેપર લીક થયા બાદ રાજ્યભરમાં દેખાવો થયા હતા. સીએમ યોગીએ ભરતી પરીક્ષા રદ કરી. આ સાથે સરકારે 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો.


