- છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત
- રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 133 કેસ નોંધાયા
- મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી શરૂ
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 56 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 133 કેસ નોંધાયા છે. મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી શરૂ છે. તેમજ શાળાઓમાં પણ ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. જેમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 131 શંકાસ્પદ કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે.
રાજકોટમાં અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા
રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ થયા છે. તેમજ 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજકોટમાં અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા. તેમજ 18 વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ દેખાયા હતા. 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયાનું ખૂલ્યું હતુ. હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે.નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે.


