- પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા નિર્ણય
- રાજ્યમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઈ
- ઓપન એર ક્લાસ ન લેવા પણ અપાઈ સૂચના
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યની જનતાને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગરમીને કારણે નોકરિયાત વર્ગની સાથે જો કોઈને સૌથી વધુ અસર થતી હોય છે તો તે છે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને. ત્યારે હિટવેવને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે નિર્ણય લઈને રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી અને હિટવેવની અસરોને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કર્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા નિર્ણય લઈને પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી 11 કરી દેવામાં આવ્યો છે. તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા નિર્ણયનો જાણ રાજ્યમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કરી દેવામાં આવી છે.
તો સાથે સાથે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને ઓપન એર ક્લાસ પણ ન લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં હીટવેવથી બચવાના ઉપાયો જણાવવા અંગે પણ આદેશ આપવામાં આવ્યા છે.


